હાલોલ-પાવાગઢ ખાતે બાધા પુરી કરવા પરણિત પ્રેમિકાને લઈને આવેલો પ્રેમી ખીણમાં લપસ્યો,રેસ્ક્યુ ટીમે કલાકોની જહેમત બાદ બંનેને બચાવ્યા

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૩
યાત્રાધામ પાવાગઢ ખાતે ગત રોજ ગાંધીનગર ના કલોલ ખાતે થી આવેલા યુવક તેમજ પરણિત યુવતી માતાજીના દર્શન કરી પાવાગઢ તળેટી માં આવેલ હેલીકલ વાવ ની પાછળ ના જંગલ માં ફરવા ગયા હતા. દરમ્યાન ઢળતી સાંજે યુવતી નો પગ લપસી પડતા યુવકે તેનો હાથ પકડી બચાવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બંને અંદાજિત 150 ફુટ ઉંડી ખીણ માં ખાબક્યા હતા. બંને ને ભારે ઈજાઓ થવા પામી હતી. ઉડી ખીણ માં ખાબકતા તેઓ પાસે રહેલ મોબાઈલ પણ ખોવાઈ ગયા હતા.રાત પડી જવાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળતા ભર્યા જંગલમાં આખી રાત વિતાવી પડી હતી. આ જગ્યા ખોદેલી હોવાથી હાલમાં વરસાદની સીઝન હોવાથી પાણી ભરાઈ તળાવ બની ગયું છે. તેવી જગ્યા એ મહા મુસીબતે રાત વિતાવી સવારે બહાર નીકળવાનો પ્રયાસ હાથ ધરતા તેમનો મોબાઇ મળી આવતા સૌ પ્રથમ 108 ને જાણ કરી અમો આવી રીતે ખીણ માં પડી ગયા છે.જેને લઇ 108 ના કર્મચારીઓ તેની શોધખોળમાં લાગ્યા હતા. ઘણો સમય વીતી ગયો છતાં તેઓ મળી નહિ આવતા 108 ના કર્મચારીઓ એ પાવાગઢ પોલીસ નો સંપર્ક કરતા પોલીસ તેની શોધ ખોળમાં લાગી હતી.લોકેશન ના આધારે મહામુસીબતે કલાકો બાદ આ યુવક યુવતી ને ખીણ માંથી શોધી કાઢ્યા હતા.બંને ઈજાગ્રસ્ત હોવાથી અને ખીણમાં હોવાથી પોલીસે હાલોલ ફાયર ફાઈટર ની ટિમ ની મદદ મેળવી રેસ્કયુ હાથ ધર્યું હતું. પોલીસે તેઓને દોરડાથી બાધી બહાર કાઢી આબાદ બચાવ કર્યો હતો.તેઓ ને સ્ટ્રેચરમાં લઇ જંગલમાં ચાલીને મેન રોડ ઉપર લાવી 108 એમ્બ્યુલન્સમાં હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેઓને પપ્રાથમિક સારવાર આપી વધૂ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.પોલીસે આ યુવક યુવતીને સહીસલામત બહાર કાઢ્યા બાદ તેઓ ની પૂછ પરછ કરતા જાણવા મળ્યું હતું કે યુવક નું નામ કિશનકુમાર રમેશભાઈ ઠાકોર અને તેની સાથેની મહિલા પાર્વતીબેન ઠાકોર અને તે પરિણીત છે.અને બંને કૌટુમ્બિક સબંધી છે તેમ જણાવ્યું હતું.પાવાગઢ પોલીસે બનાવ ની જગ્યા હાલોલ ગ્રામ્ય પોલીસ હદ માં આવતું હોઈ આ બનાવ અંગે જાણ કરી હોવાનું જાણવા મળી આવ્યું છે.જોકે લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે યુવક કૌટુંબિક સબંધી પરણિત યુવતી સાથે ગાઢ જંગલ માં કેમ ગયા હશે ? ખરેખર તેનો પગ લપસ્યો હતો કે કંઈક અલગ વાત હશે ભલે ગમે તે હોય તેઓ નાં જીવ બચી જતા આજે સવારે 108 નો સંપર્ક કર્યો અને તેઓ ન મળી આવતા 108 ના કર્મચારીઓ એ પાવાગઢ પોલીસ ની મદદ લીધી હતી પોલીસે મહામુસીબતે તેને ખીણ માંથી શોધી કાઢતા પોલીસને ફાયર ટીમ ની મદદ લેવી પડી હતી જેને લઇ રેસ્કયુ ઓપરેશેન શકશેસ જતા યુવક યુવતી નો અદભુત બચાવ થયો હતો.











