તા.૭/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુર તાલુકામાં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી અન્વયે જેતપુર મામલતદારશ્રી ડી.એ.ગીનીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેતપુરમાં તાલુકા કક્ષાની ઉજવણી ખીરસરા ગામે થવાની હોવાથી મામલતદારશ્રી દ્વારા સંબધિત વિભાગોના અધિકારીઓને કરવાની થતી કામગીરી ગામે તથા સ્વાતંત્ર્ય પર્વ અન્વયે સરકારી મકાનો પર રોશની, વૃક્ષારોપણ સહિત યોજવાના થતાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે જુદા જુદા મુદ્દાઓ તથા જરૂરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તાલુકા પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી, હોમગાર્ડ કમાન્ડરશ્રી એલ.જે. કંટારીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતી શાસનાધિકારીશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી એચ.બી. નાડીયા, સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી પી.વી.ઓઝા, ખીરસરા સરપંચશ્રી,ખીરસરા કુમાર શાળા આચાર્યશ્રી મહેશભાઈ ખીચડીયા, ખીરસરા કન્યા શાળા આચાર્યશ્રી નીતાબેન પાનસુરીયા, ખીરસરા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીશ્રી સહિતના સંબધિત વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








