GUJARATJETPURRAJKOT

રસરંગ લોકમેળા ખાતે માહિતી વિભાગના સ્ટોલની મુલાકાત લઇ રાજકોટ માહિતી કચેરીની કામગીરીને બિરદાવતા કલેક્ટરશ્રી પ્રભવ જોશી

તા.૫/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી તથા પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરશ્રી ધીમંત વ્યાસએ રસરંગ લોકમેળા ખાતેના માહિતી વિભાગના સ્ટોલની મુલાકાત લીધી હતી, જ્યાં સંયુક્ત માહિતી નિયામક શ્રી મિતેશભાઇ મોડાસીયા તથા નાયબ માહિતી નિયામક શ્રી પ્રશાંતભાઈ ત્રિવેદીએ અધિકારીઓનું અભિવાદન કર્યુ હતું.

અધિકારીશ્રીઓએ સ્ટોલ ખાતેની વિવિધ યોજનાઓના હોર્ડિંગ્સ અને ટુરીઝમ સ્થળોની ટુરીઝમ ટનલનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ ચંદ્રયાન-૩ અને પ્રધાનમંત્રીશ્રીની પ્રતિકૃતિ સાથે તસ્વીર પડાવી હતી તેમજ પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટની કામગીરીની પ્રશંસા કરી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button