પરીખ કોલેજ ઓફ કોમર્સમાં ગ્રીન ઓડિટ કમિટી તથા નેચર ક્લબ * ના સંયુક્ત ઉપક્રમે “જંગલી વનસ્પતિનું બીજ દ્વારા સંવર્ધન તથા સીડબોલ બનાવવા માટેની કાર્યશાળા” નું આયોજન કરવામાં આવ્યું

7 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
પાલનપુર ખાતે આર આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સમાં ગ્રીન ઓડિટ કમિટી તથા નેચર ક્લબ * ના સંયુક્ત ઉપક્રમે “જંગલી વનસ્પતિનું બીજ દ્વારા સંવર્ધન તથા સીડબોલ બનાવવા માટેની કાર્યશાળા” નું આયોજન કરવામાં આવ્યું.કાર્યશાળા માં વક્તા તરીકે ડૉ. મુકેશભાઈ માળી, દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર(ગુજરાત વનવિભાગ) દ્રારા વિદ્યાર્થીઓને જંગલો નું સંરક્ષણ તથા તેમાં બીજ ની ભૂમિકા વિશે વ્યાખ્યાન આપ્યું; સાથે સાથે ડૉ. મુકેશભાઈ માળીએ સીડબોલ બનાવવાની રીત વર્ણવી, પારિજાત વનસ્પતિ માટે વિદ્યાર્થિઓ પાસે સીડબોલ તૈયાર કરાવ્યા. કાર્યક્ર્મ માં પ્રિન્સીપાલ શ્રી ડો. યોગેશ ડબગર સાહેબ ઉપસ્થિત રહીને આશિર્વચન આપ્યા તથા કુદરતી સંસાધનો અને તેના મહત્વ પર ભાર આપ્યો. કાર્યક્રમમાં ગ્રીન ઓડિટ કમિટી ના અધ્યક્ષ ડૉ. મુકેશ પટેલ સાહેબ, નેચર ક્લબના અધ્યક્ષ ડૉ. સુરેશ પ્રજાપતિ સાહેબ તથા પી. જી. ઇન્ચાર્જ ડૉ. જે એન. પટેલ સાહેબે હાજરી આપી. ડૉ. સુરેશ ભાઈ પ્રજાપતિ સાહેબે વિદ્યાર્થીઓને નેચર ક્લબ અને તેની પ્રવૃત્તિઓથી માહિતગાર પણ કર્યા. સમગ્ર કાર્યશાળામાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને ૮ સ્ટાફ ના સભ્યો જોડાયા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન ડૉ. ધ્રુવ પંડ્યા તથા ડૉ. હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવ્યું.



