RAMESH SAVANI

યૌન શોષણ કરો/ હત્યા કરાવો/ કરોડો રુપિયાના કૌભાંડ કરો છતાં દેવદૂત !

સત્તાપક્ષના MLA પોતાના મુખ્યમંત્રી સામે આરોપ મૂકે કે “મુખ્યમંત્રીએ, કોવિડ -19 રોગચાળા દરમિયાન 40,000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરેલ હતું, ભાડાની પથારીઓ માટે ઓવરબિલિંગ કરી, કોવિડ દર્દીઓ માટે વધુ પડતી રકમ વસૂલ કરી હતી. એક માસ્કની કિંમત 45 રૂપિયા હતી તેના બદલે 485 રૂપિયાનું બિલ બનાવ્યું ! એક કોરોના દર્દી માટે 8-10 લાખ રૂપિયાનું બિલ બનાવ્યું છે !”
CBI/ED/IT બિલકુલ Selective છે, એ હલશે પણ નહીં ! આવો આક્ષેપ વિપક્ષના નેતા પર હોત તો 40 ઠેકાણે રેઈડ પડી ગઈ હોત !
આ કૌભાંડ છતું કરનાર બીજુ કોઈ નહીં, પરંતુ કર્ણાટકના બિજાપુરના BJPના MLA Basanagouda Patil Yatnal-બસનાગૌડા પાટીલ યાતનાલ છે. તેમણે 27 ડીસેમ્બર 2023ના રોજ આ કૌભાંડ જાહેર કર્યું છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી Yediyurappa-યેદિયુરપ્પાએ 40,000 કરોડ રુપિયાની લૂંટ કરેલ છે !
નાગરિકોની કમનસીબી એ છે કે સત્તાપક્ષનો નેતા યૌન શોષણ કરે/ ખનીજ ચોરી કરે/ ચૂંટણીમાં ડેપ્યુટી કલેક્ટર સાથે મળીને ખોટી રીતે જીત મેળવે/ એક્ટિવિસ્ટની હત્યા કરાવે કે ગરીબોના નામે 40,000 કરોડ રુપિયાનું કૌભાંડ કરે તો પણ તે દેવદૂત જ રહે છે !rs

[wptube id="1252022"]
Back to top button