MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીની સાયન્સ કોલેજના NCC ના બે વિદ્યાર્થીઓ અગ્નિવીર તરીકે પસંદગી ભારતીય સેનામાં જોડાશે

MORBI:મોરબીની સાયન્સ કોલેજના NCC ના બે વિદ્યાર્થીઓ અગ્નિવીર તરીકે પસંદગી ભારતીય સેનામાં જોડાશે

મોરબીની એમ એમ સાયન્સ કોલેજમાં NCC ના બે વિદ્યાર્થીઓની અગ્નિવીર તરીકે પસંદગી થવા પામી છે જેથી બંને યુવાનો આગામી દિવસોમાં તાલીમ મેળવી ભારતીય સેનામાં જોડાશે

મોરબી જીલ્લાના બે વિદ્યાર્થીઓ કુકડિયા પ્રદિપ ભરતભાઈ તેમજ બાર મેહુલ રમેશભાઇને અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે બદલ સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદિપભાઈ, ટ્રસ્ટી રજનીભાઇ, દેવાંગભાઈ તેમજ આર્ટસ કોમર્સ સાયન્સ કોલેજના આચાર્ય માંડવીયા સાહેબ, દંગી સાહેબ, ગરમોરા સાહેબ તેમજ NCC ઓફિસર ચૌધરી સાહેબ દ્વારા અગ્નિવીરમાં પસંદગી થયેલા બન્ને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું
[wptube id="1252022"]