ARAVALLIGUJARATMODASA

મોડાસા : સુનોખ નજીક ટ્રકમાં આગ લાગી, દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું ફાયર બ્રિગેડના બ્રાઉઝર મશીનમાં ખામી થતાં ટ્રક આગમાં ખાખ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા : સુનોખ નજીક ટ્રકમાં આગ લાગી, દશેરાના દિવસે ઘોડું ન દોડ્યું ફાયર બ્રિગેડના બ્રાઉઝર મશીનમાં ખામી થતાં ટ્રક આગમાં ખાખ

અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર સુનોખ ગામ નજીક લાકડાં ભરેલી ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રક સ્વાહા* અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર સુનોખ ગામ નજીકથી પસાર થતી લાકડા ભરેલી ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભારે અફડાતફડી મચી હતી ટ્રકમાં આગ લાગતા ડ્રાઇવર-ક્લીનર સમયસુચકતા વાપરી ટ્રકમાંથી કૂદી પડતાં આબાદ બચાવ થયો હતો ટ્રકમાં આગ લાગતા મોડાસા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર ફાયટર સાથે તાબડતોડ સ્થળ પર પહોચી પાણીનો છંટકાવની કામગીરી શરૂ કરતા બ્રાઉઝર મશીનમાં તકનીકી ખામીના લીધે પાણી બહાર નહીં આવતા ફાયર બ્રિગેડની ટીમ લાચાર બની હતી ફાયર બ્રિગેડની આંખો સામે ટ્રક આગમાં ખાખ થઈ જતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો જવાબદાર તંત્ર દ્વારા ફાયર બ્રિગેડના બેદરકાર અધિકારી અને કર્મચારી સામે દંડાત્મક કામગીરી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે ભિલોડા તાલુકાના સુનોખ ગામ નજીક પસાર થતી લાકડા ભરેલી ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગતા ટ્રક ચાલક સમય સૂચકતા વાપરી ટ્રક રોડ સાઈડ ઉભી રાખી ક્લીનર સાથે નીચે કૂદી પડતાં આબાદ બચાવ થયો હતો નેશનલ હાઇવે પર ટ્રકમાં આગ લાગતા વાહનવ્યવહાર થંભી ગયો હતો સ્થાનિક લોકો દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી ટ્રકમાં કાબૂ મેળવવા જતા ફાયર ફાયટરનું બ્રાઉઝર કામ કરતું ન હોવાથી કર્મચારીઓ સહિત લોકો ચોંકી ઉઠ્યા હતા ફાયર બ્રિગેડની બેદરકારીને પગલે સંપૂર્ણ ટ્રક આગમાં ખાખ થઈ ગયો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button