
મોરબી કોલસાની ગેર કાયદેસર પ્રવૃતિ કરતા બે ઈસમો ઝડપાયાં
મોરબી તાલુકા પોલીસે ઇન્ડોનેશિયા કોલસાની ગેરકાયદેસર રીતે ટ્રકમાંથી કોલસો ઉતારતા બે શખ્સોને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના ભડિયાદ ગામની સીમમાં કમલ કારખાના પાછળ કોલસાના ડેલામાં ઇન્ડોનેશિયા કોલસાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાંથી એક ટ્રકનો ચાલક તથા એક લોડરનો ડ્રાઈવર ટ્રકમાં રહેલ કોલસો ટ્રકમાંથી નીચે ઉતારતા હોય જેથી તે ઇસમોને ઝડપી પાડી ટ્રક તથા ડેલાના સંચાલક નવઘણભાઈ જશાભાઈ બાલાસરા રહે-વાવડી રોડ મોરબીના કહેવાથી ટ્રકમાંથી કોલસો કાઢવામાં આવતો હોવાનું ખુલ્યું હતું.આ કોલસો નવલખી બંદર પરથી ભરેલ હોય અને નવા સાદુળકા ગામે ખાલી કરવાનો હોય પરંતુ કોલસાના ડેલામાં આ ટ્રક લાવીને માલિકની જાણ બહાર કોલસો ઉતારવામાં આવ્યો હોય જેથી ટ્રક જીજે ૩૬ ટી ૯૯૯૪ નો ચાલક જીવરાજભાઈ વિઠ્ઠલભાઈ સાંથલિયા,લોડર ચાલક રાકેશ સાવરા વસુનિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે નવઘણભાઈ જશાભાઈ બાલાસરાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે