
તા.૫/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિરપુરમાં આયુષ્માન કાર્ડ, જલ જીવન મિશન સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી
Rajkot, jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પ, પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત રહેલા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે આયુષ્માન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ સહિતના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સેવા બદલ ચાર મહિલા, એક વિદ્યાર્થી, એક રમતવીર, એક સ્થાનિક કલાકારનું સન્માન કરવામાં આવ્યું હતું. વિરપુરમાં આયુષ્માન કાર્ડની કામગીરી, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની ૧૦૦% કામગીરી થયેલ છે.
જૈવિક ખેતી કરતાં બે ખેડૂત મિત્રો સાથે વાર્તાલાપ સહિત લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે “ધરતી કહે પુકાર” કૃતિ પણ રજુ કરવામાં આવી હતી. “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત સરકારની વિવિધ યોજનાના ચાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વિકસિત ભારતના શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ,પદાધિકારીઓ, ગામનાં ઉપસરપંચશ્રી સંજયભાઈ ઠુંગા, ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ જનકભાઈ ડોબરીયા, બિંદિયાબેન મકવાણા, તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.પી.વણપરીયા, મામલતદારશ્રી એ.પી. અંટાળા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.કુલદીપ સાપરીયા, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.