RAMESH SAVANI
Ramesh Savani : શ્રીજીમહારાજ એ કૃષ્ણથી ઉંચી કોટીના છે, એમ કહે તો તે દેહમાંથી આત્માને કાઢી લે છે !

[ભાગ-7]
સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાળ ગાદીના આચાર્ય વતી જશભાઈ મકનદાસ પટેલે 8 ડીસેમ્બર 1936ના રોજ બોરસદ કોર્ટમાં BAPSના શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી સામે કેસ કર્યો હતો; તેમાં બોરસદના સેકન્ડ ક્લાસ સબ જજ પી.બી. પટેલે 6 નવેમ્બર 1940ના રોજ વિસ્તૃત ચૂકાદો આપ્યો હતો.
ચૂકાદાના મહત્વના અંશો જોઈએ : “વાદીનો દાવો હતો કે ‘ઈસણાવનું હરિમંદિર વડતાળ ગાદીનું છે અને તે માત્ર વડતાળ ગાદીના સાધુ/ પાળા/ બ્રહ્મચારીના ઉપયોગ માટે છે. વડતાળ ગાદીના સાધુ સિવાયના કોઈ સાધુને તેમાં ઉતરવાનો કે તેમાં રહી ઉપદેશ કરવાનો કોઈ હક્ક નથી. પ્રતિવાદી યજ્ઞપુરુષદાસજીને વિમુખ (સંપ્રદાયમાંથી બહાર કાઢેલા) કરેલ હોવાથી ઈસણાવ મંદિર કે વડતાળ તાબાના કોઈ પણ મંદિરમાં ઉતરવાનો કે તેમાં રહી ઉપદેશ આપવાનો બિલકુલ હક્ક નથી.’ ઈસણાવનું મંદિર 1862માં બન્યું હતું અને 1905માં યજ્ઞપુરુષદાસજીને વિમુખ કરેલ. કેમકે તેઓ સંપ્રદાયની વિરુધ્ધ ઉપદેશ કરે છે. સંપ્રદાયના સિદ્ધાંત વિરુદ્ધ જઈ સાધુઓને દીક્ષા આપે છે. પ્રતિવાદીએ પોતાના અલગ મંદિર બોચાસણમાં/ સાળંગપુરમાં/ ગોંડલમાં બાંધેલાં છે. જ્યારે પ્રતિવાદીએ વિમુખ કર્યાની બાબતનો ઈન્કાર કર્યો છે. તેથી મુદ્દો એ ઉપસ્થિત થયેલ કે ઈસણાવનું મંદિર વડતાળ તાબાનું છે તે વાદી સાબિત કરે છે? વાદી ઈસણાવ મંદિરનો વહિવટ કરવાનો પોતાનો હક્ક સાબિત કરે છે? પ્રતિવાદીને વિમુખ કરેલ અને તે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નથી, એવું વાદી સાબિત કરે છે?”
“સહજાનંદ સ્વામીએ 1804માં આ સંપ્રદાય સ્થાપ્યો હતો. 1826માં તેમણે શિક્ષાપત્રી ગુજરાતીમાં લખી અને બાદમાં તેમની આજ્ઞાથી શતાનંદમુનિએ તેનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું હતું. 1827માં સંપ્રદાયને બે ભાગમાં વહેંચી પોતાના એક-એક ભત્રીજાને આચાર્ય તરીકે સ્થાપ્યા. 1830માં તેઓ ધામમાં પધાર્યા. સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથ છે : શિક્ષાપત્રી/ લેખ/ વચનામૃત/ સત્સંગીજીવન. 1914માં બોમ્બે હાઈકોર્ટ સમક્ષના દાવામાં આ ગ્રંથો સંપ્રદાયના પ્રમાણભૂત ગ્રંથો તરીકે માનવામાં આવ્યા હતા. (31 બોમ્બે લો રીપોર્ટર, 243 પેજ 247) 1826માં લેખ લખાયો હતો, જેમાં બે ભત્રીજાને આચાર્ય તરીકે પસંદ કર્યા હતા. તેમાં છેલ્લા ફકરામાં લખેલું છે કે ‘સાધુ/ પાળા/ બ્રહ્મચારી/ સત્સંગીએ આચાર્યની આજ્ઞામાં રહેવું. જે આજ્ઞાઓને તાબે ન રહે તે અમારા નથી. એને ચંડાળ (ન્યાત બહાર) જેવો જાણવો.’ મંત્રદીક્ષા આચાર્ય જ આપી શકે. બીજો કોઈ (ગમે તેટલો મોટો અને પવિત્ર હોય તો પણ) દીક્ષા આપી શકે નહીં. જે જે આ બન્ને આચાર્યોનો તથા તેમનામાંથી ઉતરી આવેલા આચાર્યોનો આશ્રય કરશે તે બધાને તેમના મૃત્યુ સમયે શ્રીકૃષ્ણ ભગવાન પોતાના નિવાસસ્થાન ગોલોકમાં લઈ જશે. જેઓ આ પ્રમાણે નહીં વર્તે તેઓ પોતે સ્થાપેલા સંપ્રદાયથી દૂર અથવા બહાર રહેશે.’ તેમ સંત્સંગીજીવનમાં (પ્રકરણ-4, અધ્યાય-40/46, શ્લોક-20/38-39) કહ્યું છે. આચાર્ય પાસેથી મંત્રદીક્ષા લીધા સિવાય કોઈપણ આ સંપ્રદાયનો સત્સંગી હોવાનો દાવો કરી શકે નહીં. પ્રતિવાદી યજ્ઞપુરુષદાસ સિવાય બીજા કોઈ પ્રતિવાદીઓએ આચાર્ય પાસેથી દીક્ષા લીધી નથી. 1904 સુધી કોઈ અક્ષરપુરુષોત્તમ વિશે કશું જાણતું ન હતું. આ સંપ્રદાયમાં પાંચ વિભાગ છે : આચાર્ય/ સાધુ / બ્રહ્મચારી/ પાળા/ સત્સંગી ગૃહસ્થો. આ સિવાયના કોઈ માણસને સંપ્રદાયના હક્કો સાથે કોઈ નિસ્બત નથી. સહજાનંદજીએ કહ્યું છે : ‘આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય છે.’ (સત્સંગીજીવન પ્રકરણ-2, અધ્યાય-37, શ્લોક-91) ઉદ્ધવ એ કૃષ્ણના એક ભક્ત હતા. આ સંપ્રદાયની માન્યતા છે કે ઉદ્ધવજીનો ફરીથી જન્મ થયો હતો. રામાનંદ સ્વામી ઉદ્ધવજીના અવતાર હતા. વડતાળ ગાદીનો સિદ્ધાંત એવો છે કે સહજાનંદજી/ શ્રીજીમહારાજ કૃષ્ણનો અવતાર હતા. જ્યારે પ્રતિવાદી BAPSનું કહેવું છે કે ‘શ્રીજીનહારાજ કૃષ્ણથી પર હતા ! તેનાથી જુદા હતા. શ્રીજીમહારાજ કૃષ્ણથી ઉંચી કોટીના છે. શ્રીજીમહારાજ અવતારના અવતારી હતા.’ સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ છે અને શ્રીકૃષ્ણની ઉપાસના કરવાની છે. શ્રીજીમહારાજ અને શ્રીકૃષ્ણ એક જ હતા અને શ્રીકૃષ્ણ સર્વોપરી અને અવતારના અવતારી બન્ને હતા. શ્રીકૃષ્ણને સંપ્રદાયમાંથી ખસેડી મૂકવા કોઈ માણસ પ્રયત્ન કરે અથવા શ્રીકૃષ્ણની જગ્યાએ બીજાને દાખલ કરે, અથવા શ્રીજીમહારાજ એ કૃષ્ણથી જુદા છે અને ઉંચી કોટીના છે એમ કહે તો તે દેહમાંથી આત્માને કાઢી લે છે અને ખરું જોતાં આખા સંપ્રદાયને ભાંગી નાંખે છે. મારી ધારણા પ્રમાણે મતભેદો અને તફાવતો એટલા બધા મોટા જણાય છે કે કોઈ પક્ષ તેમના પંથો એક જ છે એમ પ્રામાણિકપણે કહી શકે નહીં. જો શ્રીકૃષ્ણને કાઢી નાંખવામાં આવે અથવા શ્રીજીમહારાજ મહારાજથી ઉતરતી કોટીએ ઉતારી પાડવામાં આવે તો શિક્ષાપત્રીના ઘણા ખરા શ્લોકોનો બિલકુલ કંઈ અર્થ રહે નહીં તેમ માનું છું. શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં શ્રીજીનહારાજ કહે છે કે ‘હું મારા હ્રદયમાં શ્રીકૃણનું ધ્યાન ધરું છું.’ શિક્ષાપત્રી શ્લોક- 25/ 62/ 108/ 109/ 111-115 માં કૃષ્ણની ભક્તિ કરવા કહે છે. જ્યારે પ્રતિવાદી-BAPS શ્રીકૃષ્ણને પોતાના ઈષ્ટદેવ તરીકે ગણતા નથી.”rs

[wptube id="1252022"]