AMRELIRAJULA

રાજુલા ગાયત્રી મંદિર ખાતે મહિલા તાલીમ આયોજન કરવામાં આવ્યું

યોગેશ કાનાબાર રાજુલા

રાજુલાના ગાયત્રી મંદિર ખાતે આત્મા નિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન કૃષિ સખી અને પશુ સખી મહિલા તાલીમનું આયોજન કરાયુંઆ ઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત NRLM સૌજન્ય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી મારફત તાલુકા પંચાયત રાજુલા ગાયત્રી મંદિર ખાતે આત્મ નિર્ભર કૃષિ દક્ષ મહિલા કિસાન કૃષિ સખી અને પશુ સખી મહિલા તાલીમનું આયોજન કરવામાં આવેલ NRLM જિલ્લા વિકાસ સૌજન્ય એજન્સી દ્વારા યોજાએલ પશુ સખી કૃષિ સખી તાલિમમાં પ્રાકૃતિક ખેતી વધુ ખેડૂત અપનાવે તે માટે રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 105 બહેનોને પ્રાકૃતિક ખેતી અને તેના આધાર સ્તંભો વિશે માહિતગાર કારવામાં આવ્યા અને પ્રાકૃતિક ખેતી કરેલ પાકોના વેચાણ વ્યવસ્થા અંગે જણાવેલ તેમજ પશુપાલન ક્ષેત્રે પશુમાં આવતા રોગોના નિયંત્રણ,ઘાસચારો અને પશુપાલનથી આવકનો સ્ત્રોત કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવેલ

આ અંગે અમરેલી વિભાગ તરફથી અહદ અબ્બાસ નકવીભાઈએ રિસર્સ પર્સન તેમજ નિષ્ણાત ડો પશુ ચિકિત્સક ડો વી વી ભૂત,ઉડાન પ્રોજેક્ટના પ્રોગ્રામ કોડીનેટર જિજ્ઞાબેન તેમજ V.R.T સંસ્થાના એગ્રિકલ્ચર ઓફીસર. વિવેકાનંદ રીસર્સ ટ્રેનીંગ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફિસર વલ્લભભાઈ તેમજ નરસિંહભાઈ ફાર્માર પ્રોડ્યુચર ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપેલ આ તકે મિશન મંગલમના તમામ કર્મચારી માધવીબેન(ટી એલ એમ)હર્ષાબેન ખોજીજી(એમ આઈ એસ) અને માલતીબેન,અંકિતાબેને ખૂબજ સુચારુ આયોજન કરી બહોળી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તાર બહેનોને તાલીમમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરી પ્રેરણા આપેલ આ સાથે ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ તેમજ તાલીમાર્થી બહેનોને આવવા જવાનો ખર્ચ પણ વિભાગ દ્વારા આપવામાં આવેલ આ તકે તાલુકા વિકાસ અધિકારી હિતેશભાઈ પરમારે અતિથિ વિશેષમાં હાજરી આપી તાલીમાર્થી અને તજજ્ઞોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડેલ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button