WANKANER:વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નો લોક સંપર્ક શરૂ

WANKANER:વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નો લોક સંપર્ક શરૂ
“વિકાસ કાર્ય ને સ્થાન આપવા માટે ઘટના સ્થળે જ ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ ની લાણી કરી મતદાર પ્રજા ના પ્રશ્નો હલ કરવા ગ્રામ્ય વિસ્તારોની જાતે મુલાકાત કરી લોકોને પ્રાથમિક સુવિધા તત્કાલ પૂરી પાડવાના પ્રયાસો અંતર્ગત કુવાડવા વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કરી મુલાકાત”

આરીફ દિવાન દ્વારા: મોરબી: વિધાનસભા 2022 માં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ના મોટાભાગના ધારાસભ્યો સતા પ્રાપ્ત કરી છે ત્યારે આજના આધુનિક રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના માધ્યમથી મતદાર પ્રજા પ્રાથમિક સુવિધાઓ થી વંચિત ના રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના દરેક શહેર જિલ્લામાં વિકાસ કાર્યને સ્થાન આપી રહ્યા છે તેમાં વાંકાનેર કુવાડવા 67 મતવિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ભારતીય જનતા પાર્ટી ભાજપ પક્ષ પાર્ટીના આદેશ અનુસાર મતદાર પ્રજાને સરકાર દ્વારા પ્રાથમિક સુવિધા માટેની ગ્રાન્ટ જાતે લોકોને ઘટના સ્થળે મળી ફાળવણી કરી રહ્યા છે જેમાં રોડ રસ્તા પાણી લાઈટ સહિત ના વિવિધ વિકાસલક્ષી કાર્ય અંતર્ગત વાકાનેર કુવાડવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લોક સંપર્ક કરી લોકોના પ્રશ્નો હલ કરવા માટે ધારાસભ્યની ગ્રાન્ટ ની લાહણી કરી રહ્યા છે તેમાં તાજેતરમાં જ કુવાડવા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારો વાજડીગઢ, વેજાગામ, ગવરીદડ, રતનપર,જાળીયા વિગેરે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત કરી હતી અને ધારાસભ્ય ની ગ્રાન્ટ વિકાસ લક્ષી કાર્ય માટે ફાળવી આપી હતી જે તસવીર માં દ્રશ્યમાન થાય છે









