GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

મકાન અને માર્ગ વિભાગના બે મૃતક વારસો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમા દાખલ કરેલ એસએલપી અરજી રદ થતા વારસોને પેન્શન સહિતના તમામ લાભો યથાવત

તારીખ ૧૩/૦૧/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત સરકાર માર્ગ અને મકાન પંચાયત વિભાગના તાબા હેઠળ ચાલતી મહીસાગર જિલ્લા ની સંતરામપુર મુકામે આવેલ માર્ગ અને મકાન પંચાયત કચેરીમાં રોજમદાર મજૂર તરીકે તારીખ ૨૧/૧/૭૬ થી ફરજ બજાવતા અમરાભાઇ વેચાતભાઇ ખાંટ જેઓની નિવૃત્તિ તારીખ ૩૧/૩/૧૩ હતી નોકરી પરંતુ ચાલુ નોકરી દરમિયાન તારીખ ૨૮/૬/૦૪ ના રોજ અવસાન થયેલ તથા મેઘાભાઈ લાલાભાઇ માલ નોકરી દાખલ તારીખ ૨૧/૧૦/૮૧હતી તેઓનું પણ નોકરી અરસા દરમિયાન તારીખ ૪/૨/૦૮ રોજ અવસાન થયેલ અવસાન પામેલ બંને વારસોને સરકાર દ્વારા નિયમો અનુસાર ફેમિલી પેન્શન યોજના નો લાભ મળવા પાત્ર હોવા છતાં તેઓને તે લાભથી વંચિત રાખવામાં આવેલ જે બાબતે ગુજરાતના વારસો સવિતાબેન વેચાતભાઈ ખાટ અને કનકીબેન મેઘાભાઈ માલ બંને વિધવાઓએ તેઓને થયેલ અન્યાય બાબતે ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈનો સંપર્ક કરી તેમને થયેલા અન્યાય બાબતે ન્યાય મેળવવા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર ૧૧૯૮૭/૨૨ દાખલ કરે અરજદારો તરફે હાઇકોર્ટ સમક્ષ એડવોકેટ દિપક આર દવે હાજર રહી કેસમાં માં પડેલ દસ્તાવેજી પુરાવા આધારિત દલીલો કરતા તારીખ૨૮/૯/૨૨ ના રોજ ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ સાહેબ દ્વારા ગુજારનારના બંને વારસો ને અવસાન ની તારીખથી પૂરેપૂરું ફેમિલી પેન્શન તથા મળવાપત્ર અન્ય લાભો ચૂકવવા આદેશ ફરમાવેલ જે આદેશની સરકાર નારાજ થઈ હાઇકોર્ટ સમક્ષ એલપીએ નંબર ૧૭૦૫/૨૨ દાખલ કરેલ જે અરજી ચાલી જતા ખંડપીઠના ન્યાયમૂર્તિ વી એન અંજારિયા તથા નીરલ આર મહેતા સાહેબ દ્વારા તારીખ ૨/૨/૨૩ ના રોજ આદેશ કરતા સરકારની અરજી રદ કરે જે હુકમ થી નારાજ થઈ ગુજરાત સરકાર દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ દિલ્હી સમક્ષ એસ એલ પી નંબર ૫૧૧૯૯/૨૩ દાખલ કરેલ જે કેસ સમય મર્યાદા બહાર દાખલ કરવાની કારણે પ્રથમ સ્ટેજમા જ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ હિમા કોહલી તથા અસનુદ્દીન અમાનુલાહ ની ખંડપીઠ દ્વારા તારીખ ૮/૧/૨૪ ના રોજ સરકારની દાખલ કરેલ એસ એલ પી અરજી રદ કરતો આદેશ ફરમાવતા ગુજરનારના બંને વારસોને અવસાન ની તારીખથી પૂરેપૂરું ફેમિલી પેન્શન તથા નિવૃત્તિના તમામ લાભો મેળવવાના પુરેપુરા હકદાર બનતા ગુજરનાર ના વારસોમાં આનંદની લહેર વ્યાપી છે.

[wptube id="1252022"]
Back to top button