GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી પોક્સો ગુન્હામાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ

MORBI મોરબી પોક્સો ગુન્હામાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ

આ કામની ફરિયાદ એ રીતે કે આ કામના ફરિયાદીની પુત્રી ૧૭ વર્ષ ૨ માસ વાળી સગીરવયની હોવાનું જાણવા છતાં આ કામના આરોપીએ લગ્ન કરવાની લાલચ આપ લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણા માંથી ભોગ બનનારનું અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે. ભારતીય દંડ સંહિતાની કલમ અને જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. સદરહુ કામે મોરબી એ ડીવીજન પોલીસ દ્વારા આ કામના આરોપી અબ્બાસ નુરમામદભાઈ સામતાણીની ધરપકડ કરવામા આવેલ. બાદમાં સદરહુ આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જિલ્લા ના એડવોકેટ જે. ડી. સોલંકી ને રોકેલા.

આ કામે ફરિયાદીપક્ષ ના ફરિયાદી, તેમની ભોગબનનાર દીકરી તથા અન્ય સાહેદો ના પુરાવાઓથી ભોગબનનાર ખરેખર બચાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોય તથા ડો. શ્રી પુરાવામાં ભોગબનનાર સાથે કોઈપણ પ્રકારની જોરજબરદસ્તી કે બળજબરીપૂર્વક કોઈ પ્રકાર નું દુષ્કર્મ આચરવામાં આવેલ હોય તેવો લેશમાત્ર પુરાવો રજૂ કરવામાં આવેલ નથી. તથા તપાસ અધિકારી શ્રી વિગેરે ની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાઓને અંતે આરોપી પક્ષના વકીલ શ્રી દ્રારા દલીલ કરી હતી કે આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદથી વિરૂદ્ધનો અને વિપરીત હકીકતો જણાવેલ છે. અને આ કામની ભોગબનનાર તથા તેના પરિવાર દ્વારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદો એ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસ કે તેમના નિવેદનને સમર્થન આપ્યું નથી તેમજ આ શિક્ષા પાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાત્ત્યભર,સબળ, વિશ્વસનીય, માનવાલાયક,આધારભૂત પુરાવો થી પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયું હોત ઉપરોક્ત બાબતે બને પક્ષકારો ની તમામ દલીલો ને ધ્યાને લઈ બચાવ પક્ષ ની તમામ દલીલો માની નામદાર કોર્ટે પોકશો ના કાયદા નો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ. આ કામમાં બચાવ પક્ષે વકીલ શ્રી જે.ડી.સોલંકી રોકાયેલા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button