હાલોલના ઉમેશ બારોટને જીફા એવોર્ડ દ્વારા બેસ્ટ સિંગર ઓફ ધી ઇયર ના એવોર્ડથી સન્માનિત કરાયા.

તા.૨.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
ગુજરાતી કલા જગત ના કલાકારોને દર વર્ષે સન્માનિત કરતું એક એવુ પ્લેટફોર્મ જેના નામ નો હર ગુજરાતી કલાકાર ગર્વ લઈ શકે ને એવુજ નામ એટલે જીફા એવોર્ડ જે દર વર્ષે કલાકારોને એવોર્ડ થી સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધારે છે. જેમાં ઘણી બધી કેટેગરીઝના કલાકારો ને જીફા એવોર્ડ દ્વારા સન્માનિત કરવામા આવતા હોય છે.જેમાં તાજેતરમાં જીફા ગુજરાત આઇકોનીક ફિલ્મ એવોર્ડ દ્વારા કલાકારોને એવોર્ડ થી સન્માનિત કરવાનો કાર્યક્રમ ગોઠવાયો હતો.જેમાં ઘણા બધા ગુજરાતી કલાકારોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં હાલોલના રહેવાસી અને દેશ વિદેશમાં ગાયક કલાકાર તરીકે ખ્યાતનામ મેળવનાર ઉમેશ બરોટને ૨૦૨૨ ના બેસ્ટ સિંગર ઓફ ધી ઈયરના એવોર્ડથી સન્માનિત કરાયા હતા.તાજેતરમાં ઉમેશ બારોટનું ગીત “ગોરી તમે મનડા લીધા મોહી રાજ” ખૂબ જ હિટ થયું હતું.જેથી આ ગીતને અનુલક્ષીને તેમને જીફા એવોર્ડ દ્વારા બેસ્ટ સિંગર ઓફ ધી ઈયર ના એવોર્ડ દ્વારા સન્માનિત કરવા માં આવતા સમગ્ર હાલોલ પંથકમાં ખુશી વ્યાપી જવા પામી હતી.










