GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી:નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષો મળી આવ્યા

મોરબી:નજરબાગ રેલવે સ્ટેશન નજીકથી બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ મળી આવ્યા

મોરબીમાં સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં રેલ્વે લાઈન પાસે એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ પડ્યા હોવાની સ્થાનિક લોકોએ મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને ઇન્ચાર્જ પીઆઇ કે.એમ. વાળા સહિતનો સ્થળ ત્યાં દોડી ગયો

હતો અને ત્યારે ઘટનાસ્થળે બાળકનું માથું કે પેટની ઉપરનો ભાગ ન હતો જો કે, પેટથી નીચેના ભાગના અવશેષો ત્યાં હોવા મળ્યા હતા જેથી પોલીસે કપાયેલ હાલતમાં જે શરીરના અવશેષો પડ્યા હતા તેને કબ્જે કરીને પીએમ માટે હોસ્પિટલે ખસેડયા હતા અને હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને પોલીસે મૃતક બાળકના શરીરના બીજા અવશેષો શોધવા માટે તેમજ કવાયત શરૂ કરી છે હાલ પોલીસે આ અવશેષોને કબ્જે કરીને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

[wptube id="1252022"]
Back to top button