SURATSURENDRANAGAR CITY / TALUKO

ભાજપના યુવા મોરચાના કાર્યકરે જીવન ટૂંકાવી લીધું, આર્થિક સંકડામણમાં પગલું ભર્યું હોવાની આશંકા

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને ભાજપના યુવા મોરચાના સક્રિય કાર્યકર્તાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બે સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે. કાર્યકર્તાના આપઘાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી જે અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવકે આર્થિક સંકડામણમાં આવી આ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપ યુવા મોરચાના સક્રિય કાર્યકર શૈલેષ ઝાલાવાડીયાએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છું. ભાજપના સક્રિય કાર્યકર્તાએ એકાએક આપઘાત કરી લેતા અનેક રહસ્ય ઘેરાઈ રહ્યા છે. યુવકના અણધાર્યા પગલાને લઇ પરિવારજનો ઘેરાશોકમાં ડૂબી ગયા છે.

શૈલેષ ઝાલાવાડીયા ભાજપ યુવા મોરચામાં એક સક્રિય કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા હતા જોકે, અણધાર્યા પગલાને લઈ સગાસબંધીઓ પણ ચોંકી ઉઠ્યા છે. રાત્રીના સમયે યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર યુવકે આર્થિક સંકડામણના કારણે કંટાળી આ પગલું ભર્યું છે પરંતુ આપઘાત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.

[wptube id="1252022"]
Back to top button