GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાકક્ષા કલા મહાકુંભ – ૨૦૨૩ ૧૨ અને ૧૩ ડીસેમ્બરે હેમુ ગઢવી હોલ અને બાલભવન ખાતે યોજાશે

તા.૯/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

૨૩ સ્પર્ધાઓમાં અંદાજિત ૧૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે

Rajkot: રાજયના કલાકારોમાં રહેલી કલા પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ પુરુ પાડવા માટે પ્રતિવર્ષ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે રાજકોટ જિલ્લાકક્ષા કલા મહાકુંભ – ૨૦૨૩નું આયોજન હેમુ ગઢવી નાટ્યગૃહ અને બાલભવન ખાતે આયોજીત કરવામાં આવી છે.

તા. ૧૨ના રોજ ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી સવારે ૧૦:૦૦ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે, લોકનૃત્ય સવારે ૧૦:૪૫ કલાકે મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે ત્યારબાદ ગરબા અને રાસની સ્પર્ધા યોજાશે. સમુહગીત બપોરે ૧:૩૦ કલાકે યોજાશે. બાદમાં સુગમ સંગીત અને બપોરે ૩:૩૦ કલાકે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની સ્પર્ધા મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાશે.

મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે લોકગીત-ભજન સવારે ૧૦:૪૫ કલાકે, લગ્નગીત બપોરે ૦૧:૦૦ કલાકે અને ઓરગન (વાજિંત્ર વાદન) બપોરે ૦૨:૩૦ કલાકે યોજાશે.

તા. ૧૩ ના રોજ મુખ્ય સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે સવારે ૧૦:૪૫ કલાકે એકપાત્રીય અભિનય, સવારે ૧૧:૦૦ કલાકે ભરતનાટ્યમ, બપોરે ૦૧:૦૦ કલાકે હાર્મોનિયમ, બપોરે ૦૧:૪૫ કલાકે તબલા અને બપોરે ૦૩:૧૫ કલાકે દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધા યોજાશે.

તા. ૧૩ ના રોજ મીની સ્ટેજ, હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે લોકવાર્તા સવારે ૦૯:૦૦ કલાકે, કથ્થક (૬ થી ૧૪ વર્ષ) સવારે ૦૯:૦૦ કલાકે, કથ્થક (૧૫ થી ૨૦ વર્ષ) સવારે ૦૨:૦૦ કલાકે યોજાશે.

તા. ૧૩ ના રોજ બાલભવન, રેસકોર્ષ ખાતે સવારે ૧૨.૦૦ કલાકે વકતૃત્વ , નિબંધ, કાવ્ય લેખન, ગઝલ-શાયરી લેખન અને સ્કુલ બેન્ડ સ્પર્ધા યોજાશે.

નોંધનીય છે કે, વક્તૃત્વ સ્પર્ધાના વિષય તા.૧૨ ના રોજ સવારે ૧૨-૦૦ કલાકે બાલભવન રેસકોર્ષ રાજકોટના નોટીસ બોર્ડ પરથી મેળવી લેવાના રહેશે. સ્પર્ધાના કાર્યક્રમ સ્થળ અનિવાર્ય સંજોગોને લીધે ફેરફારને પાત્ર રહેશે. દરેક સ્પર્ધકે જે તે સ્પર્ધાના સમય કરતા ૩૦ મીનીટ પહેલા સ્પર્ધા સ્થળે આયોજકશ્રીઓને રીપોર્ટ કરવાનો રહેશે. ૨૩ સ્પર્ધાઓમાં અંદાજિત ૧૫૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લેશે.વધુ માહિતી માટે કચેરીના ૦૨૮૧-૨૪૪૨૩૬૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button