HALOLPANCHMAHAL

હાલોલ પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ,વાવાઝોડાના કારણે અનેક વુક્ષો ધરાશાય થયા 

તા.૨૮.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ પંથકમાં સમી સાંજે વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો હતો.હાલોલ પંથકમાં અનેક વિસ્તારોમાં વાવાઝોડા ને લઇ કેટલાક મકાનો અને દુકાનોના પતરા ઉડ્યા હતા.હાલોલ પાવાગઢ રોડ,વડોદરા રોડ,ગોધરા રોડ,તેમજ વિવિધ વિસ્તારોમાં વુક્ષો ધરાશાય થયા હતા.જ્યારે વાવાઝોડાને લઇ ને પંથકમાં કેટલીક કારો ને પણ મોટું નુકશાનની શક્યતાઓ સેવાઇ રહી છે.જ્યારે પંથકમાં ગાજવીજ અને વીજળી નાં કડાકા ભડાકા સાથે વરસાદ થતા વીજળી ડૂલ થવા પામી છે.

[wptube id="1252022"]
Back to top button