MORBI:મોરબી નવા સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા

MORBI:મોરબી નવા સાદુળકા ગામ નજીક મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા
મોરબીના મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા સાદુળકા પાસેનો મચ્છુ ખોલાયા હતા ત્યારે ગઈકાલે સાદુળકા પાસેના ડેમના નીચાણવાળા વિસ્તારમાં નદીમાં નાહવા ગયેલા ૨ સહીત અને એક યુવાન ડૂબ્યા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ છે અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવતા ત્રણેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા

મોરબીના રોટરીનગરમાં રહેતા પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) અને તેમના અન્ય ચાર મિત્રો ઘેરથી બહાર ન્હાવા જવાનું કહીને નીકળ્યા બાદ સાદુળકા નજીક મચ્છુ નદીમાં ન્હાવા પડતા મચ્છુ-2 ડેમમાંથી છોડેલા પાણીના કારણે ભરચક્ક ભરેલી નદીમાં ત્રણ યુવાન ગરક થયા હતા અને બાકીના ચાર મિત્રોના જીવ બચી ગયા હતા.

મોરબી ફાયરબ્રિગેડ, તાલુકા પોલીસ, રાજકોટ ફાયર બ્રિગેડ અને હળવદના તરવૈયા સહિતની 50 જણાની ટીમોએ રાત્રીના પણ ડૂબી ગયેલા યુવાનોને શુદ્ધ સ્પીડ બોટની મદદથી સર્ચ ઓપરેશન ચાલુ રાખતા ગુરુવારે વહેલી સવારે ભંખોડીયા ગૌરવભાઈ કિશોરભાઈ નામના સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ દસેક વાગ્યાના અરસામાં પરમાર ચિરાગ તેજાભાઇ નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.અને સતત શોધખોળ બાદ છેલ્લે ભંખોડીયા ધર્મેશ ભુપતભાઈનમો મૃતદેહ મળી આવતા છેલ્લા 24 કલાક કરતા વધુ સમયથી ચાલતા સર્ચ ઓપરેશનનો અંત આવ્યો હતો.








