બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતો ને ખેતીવાડી માં ભારે નુક્સાન થયું છે

વાત્સલ્યમ્ સમાચાર
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583
બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ
બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતો ને ખેતીવાડી માં ભારે નુક્સાન થયું છે
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વાવ તાલુકાના અંતરિયાળ અને સરહદી વિસ્તાર માં આવેલ ગામમાં ભારે ખેડૂતો ને ખેતીવાડી માં નુકસાન થયું છે ચોમાસું પાક બાજરી જુવાર ગવાર કપાસ જેવા પાકો માથે પાણી ફરી વળ્યા છે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે ત્યારે ખેડૂતો માટે પાક જમીન દસ્ત થયો છે ત્યારે વાવ તાલુકાના ગામોમાં ભારે વરસાદ પડતાં નુકસાન થવા પામ્યું છે બનાસકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકનો સોથ વાળી દીધો છે. ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. સતત વરસાદે ઊભા પાક અને કાપીને તૈયાર કરાયેલા ચારાને ધોઈ કાઢ્યો છે. પાક પલળી જવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતો સરકારને સમયસર પાક નુકસાનનો સર્વે કરી સહાયની માંગણી કરી રહ્યા છે. મેઘ મહેર બની ખેડૂતો પર કહેર. ત્યારે ખેડૂતો માટે કભી ખુશી કભી ગમ જેવો માહોલ સર્જાયો છે