MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા:વ્યાજખોરોએ પતિને ધમકી આપતા પત્નીએ ફિનાઇલ ગટગટાવ્યું

ટંકારા તાલુકાના સજ્જનપર ગામે બે વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મહિલાના પતિને મારી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મહિલાએ ડરના માર્યા ફિનાઈલ ગટગટાવી લેતા ટંકારા પોલીસે બન્ને વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

ટંકારાના સજનપર ગામે ઘનશ્યામસિંહ વિજુભા જાડેજા તથા દિલીપ ઉર્ફે ભયલુભાઈ જાડેજા નામના વ્યાજખોરો દિલીપભાઈ જાદવના ઘરે જઈ પઠાણી ઉઘરાણી કરી દિલીપભાઈને જાતી પ્રત્યે અપમાનીત કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા દિલીપભાઈની પત્ની ઉષાબેન જાદવે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આ બનાવ અંગે દિલીપભાઈની પત્ની ઉષાબેન જાદવે બનાવ ટંકારા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવી ટંકારા પોલીસે આઇપીસી કલમ 504, 506 (2),114 તેમજ નાણાં ધીરધાર અધિનિયમની જુદી જુદી કલમ મુજબ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

[wptube id="1252022"]
Back to top button