BHARUCHBHARUCH CITY / TALUKONETRANG

ભરૂચની સીમાકુમારીએ માઉન્ટ એવરેસ્ટની ૭૯૨૫ મીટર સર કર્યુ.

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સિદ્ધિ તેને મળે છે જે પરસેવાથી નહાયએ ઉકિત ને ખરાં અર્થમાં સાર્થક કરી છે. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું નામ ફરી એકવાર રોશન કર્યું છે.

     નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમા કુમારી વસાવા જેમણે 25 મી મે ગુરૂવારે હિમાલય પર્વતમાળામાં ૭૯૨૫ મીટરની ઊંચાઇ પરના એવરેસ્ટ બેઝકેમ્પ અવરોહણ કરીને ગુજરાતના ટ્રેકિંગ ઇતિહાસની અભૂતપૂર્વ ક્ષણનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ભરૂચની યુવતી સીમા કુમારીએ વિશ્વના સૌથી ઉંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ પાસે પહોંચીને પ્રબળ પરિશ્રમથી પોતાનો ખૂબ અઘરો સંકલ્પ પૂરો કર્યો છે.

એ વેળાએ, ભરૂચની અનેક સંસ્થાઓનો આર્થિક સહયોગથી હિમાલયના શિખરને આંબવાનો મોકો મળ્યો તેથી સ્પોન્સર કરનાર ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર અને બીજા દાતાઓનો આભાર્ પણ માન્યો હતો.

 

ખૂબ વિકટ આર્થિક પડકારો સામે ઝઝઝુમીને થાક્યા વગર પરિશ્રમ કરીને તે આ સિદ્ધિને પામી છે. શિક્ષક પરિવારનું સંતાન એવી સીમા કદાચિત એવરેસ્ટના સૌથી અઘરાં ૪ નંબરના બેઝકેમ્પ શિખરે પહોંચનારી ભરૂચ જિલ્લાની પ્રથમ યુવા સાહસિક છે અને આ સિદ્ધિ મેળવનારી ગુજરાતની આંગળીના વેઢે ગણાય એટલી યુવતીઓની યાદીમાં એણે પોતાનું નામ પણ ઉમેર્યું છે. અને સંભવતઃ આ પહેલો કિસ્સો છે.

 

ટ્રેકિંગ શરૂ કર્યું ત્યાર પછીના ૫૨ દીવસમાં ભલભલાનો આત્મવિશ્વાસ ડગમગી જાય, હિમાલયની પર્વતની સતત બદલાતી વિષમ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ રાખી હિંમત હાર્યા વીના જાતને પોરસ ચઢાવતી રહી. માઇનસ ૧૫ થી -૪૦ ડિગ્રી સુધીની હાડ થિજાવતી ઠંડીમાં સતત ફૂંકાતાં પવનો વચ્ચે રોજ સરેરાશ ૮ કલાક ટ્રેકિંગ કર્યું હતું. ફ્રેડિંગ, નમચેબાઝાર, ડિંગબોચ અને લોકે જો પોઈન્ટ પર થઇને ૫૨ માં દિવસે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યાં હતાં.

હિમાલયના ચોથા નંબરના બેઝ કેમ્પ પહોંચતા ૫૨ જેટલા દીવસ લાગ્યા હતાં. ત્યાંથી આગળના અવરોહણ માટે વિષમ અને ખરાબ વાતાવરણને કારણે વ્યવસાયિક કંપની અને શેરપાઓના આગ્રહવશ થઈ અભિયાન બંધ કરવું પડ્યું હતું.

 

નેપાળની વ્યવસાયિક પર્વતારોહણ સંસ્થા ૮ કે એક્સપેડીશન્સની ૨૦૨૩ આરોહણની ટુકડીમાં એવરેસ્ટ ચઢાણ માટે સીમા કુમારીની પસંદગી થઈ હતી.તે લગભગ છેલ્લા 3 વર્ષથી સાયકલિંગ,રનીંગ દ્વારા આ અભિયાનની તૈયારી કરી રહી હતી. હિમાલયના બરફથી છવાયેલા વિસ્તારોમાં તેણે આકરી મહેનત કરી હતી. તે સાથે અગાઉ સીમા ભગતે આફ્રિકાનું કલિમાંજારો શિખર ભારતીય ટ્રેડિશનલ ડ્રેસમાં ટ્રેનીંગ વગર સીધા આરોહણ કરી બધાંને અચંબિત કરી દીધાં હતાં. અને આ જ ટ્રેકિંગ જીવનનું પહેલું અને એકમાત્ર ટ્રેકિંગ હતું.

સીમાકુમારી એ એવરેસ્ટની ટોચ પરથી અવરોહણ કરીને કે ૪ કેમ્પથી પાછા ફરવું પડ્યું હતું. હિમાલયનો ભાગનું અત્યાર સુધી બહુધા આરોહણ થયું નથી.

સિમાકુમારી એ પર્વતરાજ હિમાલય ની ઊંચાઈ જેટલી જ ઊંચી આ સિદ્ધિ મેળવીને ભરૂચ સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

 

 

 

 

 

 

[wptube id="1252022"]
Back to top button