ARAVALLIMALPUR

Malpur : ખાખી પર કલંક : માલપુર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી સસ્પેન્ડ, બે TRB જવાનને પાણીચું, દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ   

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

ખાખી પર કલંક : માલપુર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી સસ્પેન્ડ, બે TRB જવાનને પાણીચું, દારૂની પાર્ટીનો વિડીયો વાયરલ

SP શૈફાલી બારવાલે પોલીસની છબીને દાગ લગાવનાર બે પોલીસ કોન્સટેબલને સસ્પેન્ડ કરી દીધા

SP શૈફાલી બારવાલની શખ્ત કાર્યવાહીની લોકોએ સરાહના કરી, બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા પોલીસ અધિકારીઓ અને કર્મીઓમાં ફફડાટ

અરવલ્લી જીલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડતી ઘટના બે મહિના અગાઉ બની હતી માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓ અને બે ટીઆરબી જવાન ખાનગી શખ્સો સાથે મળી ગ્રામ્ય વિસ્તારમાં પાર્ટી કરી હતી આ અંગેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસબેડામાં સન્નાટો ફેલાયો હતો દારૂની પાર્ટી કરતો વિડીયો SP શૈફાલી બારવાલના ધ્યાને આવતા માલપુર પીએસઆઈને તપાસનો આદેશ આપતા વીડિયોમાં માલપુર પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સટેબલ અને બે ટીઆરબી જવાન હોવાનું બહાર આવતા જીલ્લા SP એ બંને પોલીસ કોન્સટેબલને સસ્પેન્ડ કરી દીઈ બે ટીઆરબી જવાનને પાણીચું આપી દીધું હતું

પ્રાપ્ત માહિતી અનુસાર,માલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ વિક્રમસિંહ અને દોલાભાઈ તેમજ ટીઆરબી જવાન હિંમતસિંહ અને વિજય માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અન્ય ખાનગી લોકો સાથે અંદાજે બે મહિના અગાઉ દારૂની પાર્ટીમાં બેઠા હતા તેમની સાથે અન્ય એક શખ્સે બેઠક જમાવી હતી તેમની બેઠક નજીક દારૂની બોટલ પડી હોવાનો વિડીયો થોડા સમય અગાઉ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા પોલીસ છબીને કાળો ધબ્બો લાગ્યો હતો સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયો જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલ પાસે પહોંચતા સમસમી ઉઠ્યા હતા અને આ અંગે માલપુર પીએસઆઈને જાણવાજોગ ફરિયાદ નોંધવા તાકીદ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ વિડિઓ અંગે તપાસ સોંપી હતી આખરે દારૂની પાર્ટીમાં દેખાતા વિક્રમસિંહ અને દોલાભાઈ નામના પોલીસ કોન્સટેબલને તાબડતોડ સસ્પેન્ડ કરી દીધા હતા અને દારૂની પાર્ટી કરતા ટીઆરબી જવાન હિંમતસિંહ અને વિજયને ફરજ માંથી પાણીચુ પકડાઇ દીધું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

[wptube id="1252022"]
Back to top button