ડાંગમાં વીજળીનાં કડાકા ભડાકા અને પવનનાં સુસવાટા સાથે વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ વળી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયુ છે.જૂન મહિનાનાં પ્રથમ સપ્તાહમાં એક દિવસ માટે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.આજરોજ શનિવારે લાંબા સમયનાં વિરામ બાદ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા અને જોરદાર પવનનાં સુસવાટા સાથે વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ,બોરખલ, આહવા,ચીંચલી,સુબિર, વઘઇ, શિવારીમાળ,માંળુગા,સાકરપાતળ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મોડી સાંજે વિજળીનાં કડાકા ભડાકામાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પંથકોમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા અને ભારે પવનનાં સુસવાટા સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણ બિહામણુ બન્યુ હતુ. ડાંગ જિલ્લામાં જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં એક દિવસ વરસાદ નોંધાયો હતો.જ્યારે બીજા સપ્તાહનાં આખરમાં વરસાદી મહેરનું આગમન થતા સમગ્ર પંથકોનું વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યુ હતુ.ડાંગ જિલ્લામાં જૂન મહિનામાં પણ લગ્ન સિઝન ચાલુ હોય જેમાં આજરોજ વરસાદી આગમનનાં પગલે લગ્ન મંડપ પણ તરબોળ થઈ જતા આયોજનમાં રંગમાં ભંગ પડયો હતો. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુનું આગમન થતા અતિ તપ્ત ધરા પાણીનાં બુંદો સાથે તરબતર બની તૃપ્ત બની હતી.ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન તડકો નોંધાયો હતો.જ્યારે મોડી સાંજે વરસાદી માહોલની વચ્ચે ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ હતુ..





