હાલોલની વી.એમ.શાહ સ્કૂલમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઇ બે દિવસિય યોગ શિબિર યોજાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૯.૨૦૨૩
તા-17/09/2023 ને રવિવારના રોજ પંચમહાલ જિલ્લા ના હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ શાળામાં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના 73 જન્મદિવસ નિમેતે જે દ્વિ-દિવસીય યોગ શિબિર ની ઉજવણી થઈ રહી છે જેનો આજે બીજો દિવસ હોય અને સતત 24 કલાક થી મેઘરાજા વરસી રહ્યા હોય છતાં આજની આ શિબિરમાં 150 થી પણ વધુ લોકો જોડાયા અને ઉત્સાહભેર ભાગ લિધો હતો.જેમાં યોગ,પ્રાણાયમ,તેમજ વિવિધ આસનો કરાવવામાં આવ્યા અને સાથે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના સ્વસ્થ અને દીરધાર્યુંષ્ય માટે માતા ગાયત્રી યજ્ઞ તેમજ મહામૃત્યુંજય મંત્રોચ્ચાર થી આહુતિ અપાઈ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.આમ આ શિબિર ના છેલ્લા દિવસે જીતેદ્રભાઈ પાઠક(પૂર્વ યોગ કોચ),દર્શનભાઈ શેઠ(યોગ ટ્રેનર),જયેશભાઇ કોઈસા(પૂર્વ યોગ કોચ) તથા વી.એમ.શાહ અંગ્રેજી મીડીયમ સ્કૂલ ના આચાર્ય તેમજ યોગ કોચ રાજનીકાંત ધમલ તેમજ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ(પ્રાથમિક વિભાગ) ના આચાર્ય હર્ષાબેન શુકલે આ યોગ શિબિર માં હાજરી આપી તેમજ આ શિબિર ના અંતમાં એડવાન્સ યોગના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.અને અંતે સમર વેકેશનમાં જે વિદ્યાર્થીઓ એ સમર યોગ કેમ્પમાં ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓ ને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.આમ શિબિર ના અંતમાં સર્વ યોગીનો આભાર વ્યક્ત કરી પ્રણામ કરવામાં આવ્યા હતા.










