GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:સુરેન્દ્રનગર થી દ્વારકા પગપાળા જતા યાંત્રિક ને ટંકારા નજીક વિચિત્ર અકસ્માત

સુરેન્દ્રનગર થી દ્વારકા પગપાળા જતા યાંત્રિક ને ટંકારા નજીક વિચિત્ર અકસ્માત
કુદરતી હાજતે ખેતરમાં બેઠેલા વ્યક્તિ ઉપર ટ્રક ચડી જતાં મોત

સુરેન્દ્રનગરના પાટડીથી 45 લોકો બસમાં દ્વારકા જવા નીકળ્યા હતા અને ટંકારાના હીરાપર ગામ નજીક યાત્રિકોની બસ જમવા માટે રોકાયા હતા. બરાબર આ જ સમયે જીજે – 03 – ડબ્લ્યુ – 7924 નંબરના ટ્રક ચાલકે રોડ ઉપર પડેલી બોલેરો સાથે અકસ્માત સર્જી ખેતરમાં ઉતરી ગયો હતો. જો કે આ અકસ્માતની ધટના સમયે ટ્રક ખેતરમાં ઉતરી ગયો ત્યારે ખેતરમાં કુદરતી હાજતે બેઠેલા દ્વારકા જતા યાત્રિક ગીરીશકુમાર ચંદુભાઈ આહજોલિયા ઉ.33 રહે.પાટડી ઉપર ટ્રક ફરી વળતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
[wptube id="1252022"]








