MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા ના સજનપર ગામે પેવર બ્લોક ની કામગીરીમાં ભ્રષ્ટાચારની મહેક મહેસુસ કરતા હસમુખભાઈ અહરવા એ વિડીયો ઉતારી મીડિયા સમક્ષ કર્યો રજૂ

TANKARA ટંકારા ના સજનપર ગામે પેવર બ્લોક ની કામગીરીમાં ભ્રષ્ટાચારની મહેક મહેસુસ કરતા હસમુખભાઈ અહરવા એ વિડીયો ઉતારી મીડિયા સમક્ષ કર્યો રજૂ


મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલા સજનપર ગામે પેવર બ્લોક ની કામગીરીમાં નબડી ગુણવત્તા સાથે કામ કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપો સાથે લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્રએ આંખ આડા કાન રાખ્યા હોય તેમ તારીખ 7 12/2023 ના રોજ કામ પૂર્ણ પણ થઈ ગયેલ છે છતાં ગામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો ગામની હાલાકી હળવી કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ હસમુખભાઈ પોતાના વિસ્તારમાં પોતાના ગામે સજન પર ખાતે નબળી ગુણવત્તા નું પેવર બ્લોક નું કામ થયું હોય તેવા આક્ષેપો સાથે રજૂઆત કરી છે પરંતુ તંત્ર વાહકોએ તેની ફરિયાદને ધ્યાન દીધા વગર કામ કરી દીધું છે તે ઘણી દુઃખદ ઘટના છે

કારણ કે હાલ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને માહિતગાર કરવા માટે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના પ્રજાહિત પ્રજા લક્ષી પ્રશ્ન અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આયોજન કરી ગામડે ગામડે લોકોને માહિતગાર કરી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ ની માહિતી આપવામાં આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યમાં ભ્રષ્ટાચારની મહેક મહેસુસ કરતા અરજદારને સાંભળી તેને ન્યાય અપાવવામાં સ્થાનિક ગામ પંચાયત અને જિલ્લા કક્ષાના અધિકારીઓ નિષ્ફળ રહ્યા હોય તેઓ ચિત્ર સોશિયલ મીડિયા તેમજ મીડિયા સમક્ષ અરજદાર હસમુખભાઈ લેખિતમાં તેમજ મૌખિકમાં કરેલી રજૂઆત સાથે રજૂ કરેલ છે જે જિલ્લા કક્ષાના અધિકારીઓ અને વિકાસની વાતો કરનાર નેતાઓ માટે લાલબત્તી સમાન ઘટના ટંકારા તાલુકાના સજનપર ગામે અરજદારો મહેસુસ કરી રહ્યા છે

[wptube id="1252022"]
Back to top button