હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા ફ્રી અગ્નિકર્મ ના 3 કેમ્પસનું આયોજન

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા ફ્રી અગ્નિકર્મ ના 3 કેમ્પસનું આયોજન
સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને N. I. M. A., મોરબી દ્વારા મોરબીમાં 3 સ્થળે અગ્નિકર્મ ના કેમ્પસનું આયોજન કરવામાં આવેલ છે.
અગ્નિકર્મમાં સોનુ, ચાંદી, વિગેરે પંચધાતુ ની શલાકાને અગ્નિતપ્ત કરી દુઃખાવાની જગ્યાએ સ્પર્શ કરાવવામાં આવે છે.
જેમાં ઢીંચણ, ગરદન, કમર, ઍડીના દુઃખાવા, સ્નાયુના દુ:ખાવા, ગાદી-નસ ના દુઃખાવા, ફ્રોઝન શોલ્ડર, ટેનિસ એલ્બો, માઈગ્રેન, સાયટીકા વિગેરે દુઃખાવામાં આરામ મળે છે.
18 જાન્યુઆરી, બુધવારના 3 કેમ્પમાં વધુમાં વધુ લોકો પોતાના દર્દને દૂર કરે એ માટે શ્રી સાગર રવિચંદ જેસ્વાણી – ટ્રસ્ટીશ્રી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી – પ્રમુખશ્રી, N.I.M.A. મોરબી જીલ્લો મહેશ્વરી હોસ્પિટલ, સાવસર પ્લોટ, મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.









