BANASKANTHAGUJARATPALANPUR
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે બનતા ફ્લાયઓવર બ્રિજનો સ્લેબ તૂટી પડ્યો

23 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાતમાં નવા બની રહેલા બ્રિજનો ભાગ ધરાશાયી થવાની ઘટનાઓ હવે નવી નથી રહી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં નિર્માણાધીન ફ્લાયઓવર બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાયી થતાં નીચે ઊભેલાં રિક્ષા અને ટ્રેક્ટર દબાઈ ગયાં હતાં. સદનસીબે નીચે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. જો કે, આ બ્રિજનો ઉપયોગ શરૂ થાય તે પહેલાં જ જમીનદોસ્ત થતાં કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે.પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજના સ્લેબનો ભાગ ધરાશાયી થયાની જાણ થતાં જ બનાસકાંઠા કલેક્ટર અને ASP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. બીજી તરફ ફાયરબ્રિગેડની ટીમે પણ ઘટનાસ્થળ પર પહોંચી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે.બનાવના પગલે લોકોમાં અવનવી અટકળો વહેતી થઈ છે..
[wptube id="1252022"]





