
ચોટીલા
સંવાદદાતા..
વિક્રમસિંહજાડેજા
ગ્રામ્યવિસ્તારોમાં રોડ,રસ્તા તેમજ પાણી ની વિકટ પરિસ્તીથી સામે મહિલા આગેવાને કમાન સંભાળી..
સુરેન્દ્રનગર જીલાના ચોટીલા તાલુકા પંચાયત ખાતેની અઢી વર્ષ ની ટર્મ પુરી થતા સરકાર દ્વારા અનામત જાહેર કરવામાં આવતા ચોટીલા ડેપ્યુટી કલેકટર પ્રિયંક કુમાર ગડચર તેમજ તાલુકા વિકાસ અધિકારી ની ઉપસ્તીથી ગત વર્ષે ભાજપે સતા હાંસલ કરી હતી જેમાં આજરોજ બીજા ટર્મ ની ચૂંટણી પ્રક્રિયા તાલુકા પંચાયત ખાતે શરૂ કરવામાં આવી હતી જેમાં બિનહરીફ બનેલ આણંદપૂર ગામના રહીશ અને તે સીટ પર જીત હાંસલ કરેલ શાંતુબેન પિઠાભાઈ વાઘેલા તેમજ ઉપપ્રમુખ તરીકે નકાભાઈ સાબડીયા ને જાહેર કરવામાં આવતા તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલ સદસ્યોમાં જાહેર કરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ ના નામો અંગે નારાજગી જોવા મળી હતી.અને હાલ ઘણા ગ્રામ્યવિસ્તારોમાં રોડ,નાળાઓ સાવ બિસ્માર હાલત મા છે અને વરસાદ ખેંચતા લોકોને પીવા માટે પાણીની પણ સમસ્યા ખડકાઈ છે તો શું આવી પરિસ્તીથી મા વિકાસના કામો અને લોકોને પીવા માટે પાણી ની સમસ્યા હલ કરી શકશે કે કેમ તે તો સમય આવે ત્યારેજ ખબર પડે તેવુ લોકો પાસેથી જાણવા મળ્યું હતું.










