GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA: ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ ઉ.વ 62 રામચરણ પામ્યા.

TANKARA: ટંકારા શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ ઉ. વ 62 રામચરણ પામ્યા.

ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા.

Oplus_0

જનજન ને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ અવલ મંજીલ ની યાત્રા માટે સેવક મંડળ દ્વારા બપોરે 1:30 વાગ્યાનો સમય નિર્ધારિત કર્યો.

Oplus_0

ટંકારા કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધાર ના રસ્તે આવેલા શાંતિ આશ્રમ જ્યા પ્રાયચિત હનુમાનજી અને બજરંગદાસ બાપુની મઢુલી આવેલી છે ત્યાંના મહંત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસજી મહારાજ આજરોજ તારીખ 18 – 05-2024 ને શનિવારે વહેલી સવારે શ્રી રામ ચરણ પામ્યા છે. પ્રાણજીવનદાસ બાપુ ને લોકોને જમાડવાનો અદ્ભુત શોખ હતો એમ કહી તો આજ એમની સેવા પુજા જપ તપ હતું ગુરૂ આજ્ઞા પ્રમાણે જઠરાગ્નિ ઠારવા સેવાના ભેખધારી મોઢેરા આશ્રમથી ભંગેશ્ર્વર તિથવા આવ્યા બાદ ટંકારા શાંતિ આશ્રમ ના લાલદાસ બાપુની સેવામાં અહી આવ્યા હતા અને આ આશ્રમને રીતસરનો રળીયામણો કરી આજે ફની દુનિયા ને અલવિદા કહી જતા રહ્યા હતા. ધુન ભજન કિર્તન સાથે વટેમાર્ગુ ઉપરાંત અબોલ જીવોને સાચવવા ખુબ જહેમત ઉઠાવી હતી. નાના બાળકો અને મજુરો માટે પણ ખુબ કુણી લાગણી વ્યક્ત કરી આશ્રમને અદકેરૂ કરવામાં ખુબ યોગદાન આપ્યું હતું. અવલ્લ મંજીલ માટેની અંતિમવિધિ આશ્રમથી ભક્ત સમુદાય આજે બપોરે 1:30 વાગ્યે આશ્રમ ખાતેજ કરવામાં આવશે જેની સૌ એ નોધ લેવા બાપા સીતારામ સેવા સમિતિએ જણાવ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button