HALOLPANCHMAHAL

હાલોલમાં કેસર ફાતેમાં,અશફિયાબાનુ,જીયા ફાતેમા,લિઝાબાનું,રિયાનાબાનુંએ રમઝાન માસનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

તા.૨૬.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલ સમગ્ર વિશ્વ ભરમાં ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર એવા રમઝાન માસનો આરંભ થયો છે.મુસ્લિમ બિરાદરો દ્વારા એક માસ સુધી રોઝા ઉપવાસ કરી કાળજાળ ગરમીમાં પ્રારંભ થયેલ રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદતમાં મશગુલ બન્યા છે.એમાંય નાના ભૂલકાઓ પણ બાકાત નથી.ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ નગરના લીમડી ફળિયા ખાતે રહેતી કેસર ફાતેમા કાદીર દાઢી, અસ્ફીયાબાનુ રિફાકત હાજી,જીયા ફાતેમા સિદ્દિકુલ દાઢી તેમજ હાલોલ નગરના મહંમદી સ્ટ્રીટ ખાતે રહેતી લિઝા ઈરફાન બજારવાલા,રિયાના રિફાક્ત બજારવાલા આ તમામ સાત વર્ષીય નાના ભૂલકાઓ એ રમઝાન માસનો પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી હતી.જેને લઇ પરિવારજનો સહિત સૌ કોઈએ આ તમામ નાના ભૂલકાઓ ને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button