GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થો ઝડપાયો

TANKARA:ટંકારાના ગજડી ગામે વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂ-બિયરના જથ્થો ઝડપાયો

ટંકારા તાલુકાના ગજડી ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં ટંકારા પોલીસે રેઇડ કરી વિદેશી દારૂની ૧૮૦એમએલની અલગ અલગ બ્રાન્ડની ૨૫૨ નંગ નાની બોટલ તેમજ બિયરના ૨૪ નંગ ટીન સાથે વાડી-માલિક શખ્સની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેના બિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ગજડી ગામની સીમમાં નીતીનભાઇ વર્જાંગભાઇ ડાંગરની વાડીમાં આવેલ ઓરડીમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ ૨૫૨(ચપલા) તથા બિયરના ૨૪ ટીન જેની કુલ કિ.રૂ.૨૭,૬૦૦/- મળી આવતા આ સાથે આરોપી વાડી-માલિક નીતીનભાઇ વર્જાંગભાઇ ડાંગર ઉવ.૩૦ રહે.ગજડી ગામ તા ટંકારાની અટક કરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે દરોડા દરમિયાન પકડાયેલ આરોપી તથા તપાસમાં જેના નામ ખુલ્લે તે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button