GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA ટંકારા ICDS ઘટક કચેરીએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

TANKARA ટંકારા ICDS ઘટક કચેરીએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું

જે કાર્યક્રમમાં વિવિધ શાખામાંથી પધારેલ અધિકારી-કર્મચારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમ કે આરોગ્ય શાખા ડો. ચિત્રાન્ગીની પટેલ દ્વારા અનેમીયા, હિમોગ્લોબીન, આહર અને અંગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું શિક્ષણ શાખાના હેમંતકુમાર દ્વારા શિક્ષણ ની યોજના, શિષ્યવૃત્તિ અંગે તેમજ ૧૮૧ અભય મહિલા હેલ્પલાઈનના નમીરાબેન બ્લોચ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું તેમજ મહિલાને બાળ વિકાસક કચેરી મોરબીના રશ્મીબેન, ડો. વિપુલ સેરશિયા દ્વારા બાળ સુરક્ષા વિભાગ, અશોકભાઈ ખેતીવાળી શાખા ટંકારા કે એમ લાખાણી આઈટીઆઈ ટંકારા દ્વારા તેમની શાખાઓની વિવિધ યોજના અંગે માહિતી આપી હતી

જે કાર્યક્રમમાં લખધીરગઢ અને લજાઈ આંગણવાડીની કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું કિશોરી મેળા કાર્યક્રમને અંતે કિશોરીઓને પૂર્ણાંકપથી મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ICDS ઘટક કચેરીના સીડીપીઓ, NNM BC સિદ્ધરાજસિંહ ઝાલા, એસ. એ કુલ્દીપ્ભાઈ, ક્લાર્ક ક્રિપાલસિંહ, જયસુખભાઈ, રશ્મિબેન અને નુસરતબેન સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી

[wptube id="1252022"]
Back to top button