NANDODNARMADA

નાંદોદ તાલુકાના કોમોદીયા ગામે જીઓ મોબાઈલ ટાવરની રૂ. ૩ લાખ કિંમતની બેટરીઓ ચોરાઈ

નાંદોદ તાલુકાના કોમોદીયા ગામે જીઓ મોબાઈલ ટાવરની રૂ. ૩ લાખ કિંમતની બેટરીઓ ચોરાઈ

રાજપીપળા: જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના કોમોદીયા ગામે જીઓ મોબાઈલ ટાવરની રૂ. ૩ લાખ કિંમતની બેટરીઓ ચોરાઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે

કંપનીના એસ્ટેટ મેનેજરે નોંધાવેલ ફરિયાદ મુજબ જીયોફોન પ્રતાપ ટેક્નોલોજી ક્રેક પ્રા. લી. નામની કંપનીના નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કમોદીયા ગામ ખાતે સરકારી જમીનના સર્વે નંબર ૪૯ વાળી જમીનમાં જીયો કંપનીના મોબાઈલ ટાવરની 100 AH VISION કંપનીની કુલ – ૦૫ બેટરીઓ જેની હાલની અંદાજીત કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી જતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે

[wptube id="1252022"]
Back to top button