GUJARATMORBITANKARA

Tankara : મોરબી ટંકારા હાઇવે ઉપર રોડ ઉપર ટ્રકે રિવર્સ આવતા પાછળ ઉભેલી કાર ને ધડાકાભેર હડફેટે લીધી

મોરબી ટંકારા હાઇવે ઉપર રોડ ઉપર ટ્રકે રિવર્સ આવતા પાછળ ઉભેલી કાર ને ધડાકાભેર હડફેટે લીધી

ટંકારાની ખીજડીયા ચોકડી પાસે મોરબી ટંકારા હાઇવે રોડ ઉપર ટ્રાફિકમાં ઉભેલ ટ્રક ટ્રેઇલર રિવર્સ આવતા પાછળ ઉભેલી કારને ધડાકાભેર હડફેટે લેતા કારમાં મોટું નુકસાન થયું હતું. વર્ધમાન નગર રેસકોર્ષ પ્રાઇડ ૪૦૨માં રહેતા મેરામણભાઇ ભીમાભાઇ સૂત્રેજાએ ટાટા કંપનીના ટ્રક ટ્રેલરના ચાલાક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે મોરબી ટંકારા હાઇવે રોડ ઉપર ટંકારાની ખીજડીયા ચોકડી પાસે ટ્રાફિક જામમાં ટ્રક ટ્રેઇલર રજી.નં જીજે-12-ઝેડ-3922 ની પાછળ મારી હોન્ડા અમેઝ કાર રજી. જીજે-09-બીએ-9288 ઉભેલ હોય ત્યારે અચાનક ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનો ટ્રક ટ્રેલર રિવર્સ આવતા પાછળ ઉભેલી મારી કારને હડફેટે લીધી હતી. અને ટ્રાફિક જામમાં પાછળ ઉભેલ આઇસર ટ્રક સાથે પણ ભટકાઈ હતી. જેમાં કારનું બોનેટ વાળી નાખેલ અને બમ્પર તોડી નાખેલ અને એન્જીન પાસે નુકશાન કરી અંદરનુ રેડીયેટરમા નુકશાન કરી તેમજ પાછળનો ડેકીનો દરવાજો તથા બમ્પર દબાઇ જતા નુકશાન થયું હતું. સમગ્ર મામલે ટાટા કંપનીના ચાલક કાનાભાઇ બંકારામ જાટ રહે.હાલ ભચાઉ મૂળ રાતસર તા ચોહટન જી.બાડમેર રાજસ્થાન વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૨૭૯,૪૨૭ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૩,૧૮૧ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]
Back to top button