NAVSARI

નવસારી જિલ્લામાં વધુ 3 કેસ કોરોના પોઝીટીવની સામે 2 ડિસ્ચાર્જ થતાં એક્ટિવ આંક 5 પર પહોંચ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી વાંસદા તાલુકામાં 0 2 અને જલાલપોર તાલુકામાં 01

નવસારી જિલ્લામાં ધીમે ગતિએ ફરી કોરોના જોર પકડી રહ્યો છે. નવસારી જિલ્લામાં ગતરોજ બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા હતા જેમાં વાંસદાના નિર્માણ રોડ ખાતે રહેતી 23 વર્ષીય મહિલા અને વણારસી ખાતે રહેતા 45 વર્ષીય પુરુષનો રિપોર્ટ મળી બે દર્દીઓ પોઝીટીવ નોંધાતા એક્ટિવ આંક 4 પર પહોંચું હતું જ્યારે આજે નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 412 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં જેમાંથી 3 દર્દીઓ પોઝીટીવ નોંધાયા છે. જેમાં વાંસદા તાલુકામાં 2 દર્દીઓ કોરોના પોઝીટીવ સામે આવ્યા છે. તેની સામે જિલ્લામાં 2 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવતા હાલે 5 દર્દીઓ સારવાર હેઠળ છે આજે જલાલપોર તાલુકાનાં ઉભરાટ ગામનો 25 વર્ષીય યુવાન તેમજ વાંસદા તાલુકાનાં વાંસદા ખાતે આવેલ કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતી 29 વર્ષીય મહિલા તેમજ વાંસદાના વાસીયાતળાવ ગામે રહેતી 45 વર્ષીય મહિલાનું રિપોર્ટ પોઝીટીવ સામે આવતા જિલ્લામાં 5 દર્દીઓ સારવાર હેઠળ છે.

[wptube id="1252022"]
Back to top button