GUJARATMORBITANKARA

Tankara:ટંકારા મુસ્લિમ સમાજનાં મહા પુરુષ મહંમદ પયગંબરના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ નું ભવ્ય જુલુસ નીકળ્યું

ટંકારા : મુસ્લિમ સમાજનાં મહા પુરુષ મહંમદ પયગંબરના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ નું ભવ્ય જુલુસ નીકળ્યું

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા ગામે મુસ્લિમ સમાજનાં મહા પુરુષ મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ નું ભવ્ય જુલુસ શહેરના મુખ્ય માર્ગો માતમ ચોક,મેઈન બજાર, દયાનંદ ચોક,નગર નાકા, ઝમઝમ નગર,પર નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભાઈઓ અને બહેનો જોડાયા હતાં. શહેરના મુખ્ય માર્ગો રોશનીથી શણગારવામાં આવ્યા હતા.


ઝુલુસ બાદ મુસ્લિમ બિરાદરો દ્વારા સુરક્ષામાં તહેનાત પોલિસ જવાન, હોમગાર્ડ અને જી આર ડી. જવાનો પર ફૂલવર્ષા કરી કરી આભાર વ્યક્ત કર્યો હતો.
સમતા, સમાનતા , બંધુતા અને કોમી એકતા ના પ્રતીક એવા મહંમદ પયગંબર સાહેબ ના જન્મદિન પ્રસંગે ટંકારા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ગોરધનભાઈ પટેલ,ઉપસરપંચ પ્રતિનિધી શ્રી હેમંતભાઈ ચાવડા, પોલિસ ઇન્સ્પેકટર એમ.જે.ધાંધલ સાહેબ અને સામાજીક આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજનાં આગેવાનો ઈભુભાઈ અબ્રાણી, આમદભાઈ માડકીયા, સલીમભાઈ ભૂંગર, હબીબભાઈ, ટંકારા તાલુકા પંચાયત સદસ્ય સલીમભાઈ, ગ્રામ પંચાયત સદસ્ય સલીમભાઈ, એડવોકેટ સિરાજ અબ્રાણી, ફિરોજભાઈ “અપને” વગેરે નામી અનામી આગેવાનોને સુભેચ્છા આપી હતી.

[wptube id="1252022"]
Back to top button