હાલોલ વડોદરા રોડ પર એસટી બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત,એક મહિલાને પહોંચી ઇજાઓ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૮.૧૨.૨૦૨૩
હાલોલ નગર ના વડોદરા રોડ ઉપર એસટી બસ અને રીક્ષા વચ્ચે ટક્કર થતા રીક્ષા માં સવાર ત્રણ મુસાફરો પૈકી એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ઇજાગ્રસ્ત મહિલાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ મોકલી હતી.હાલોલ નગરમાં એક વર્ષ થી ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરી ને કારણે કેટલાક ઠેકાણે હાલોલ બહાર નીકળવાનો રસ્તો બંધ કારી દેવમાં આવ્યો છે, જેના કારણે એક તરફ ના ટ્રેક ઉપર વાહનો ની અવર જવર ને કારણે ભારે સમસ્યા નાના વાહન ચાલકો ભોગવી રહ્યા છે, તેવામાં જ્યોતિ સર્કલ સુધીના માર્ગ ઉપર બહાર તરફ નો આખો ટ્રેક જર્જરિત બની જતા બીજા તરરક ઉપર વાહનો સામસામે આવી જતા અકસ્માતો સર્જાય છે ત્યારે આજે બોડેલી થી નખત્રાણા જઇ રહેલી એસટી બસ સાથે હાલોલ માં આવી રહેલી એક ઓટો રીક્ષા અથડાઈ જતા સર્જાયેલા અકસ્માત માં રીક્ષા માં સવાર ત્રણ પેસેન્જર પૈકી એક મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી.રવાલીયા નજીક હડબિયા ગામના ગીતાબેન ભરતભાઇ પરમાર રીક્ષા માં બેસી હાલોલ આવી રહેલી રિક્ષા બસ સાથે ઘસાતા મહિલા ના જમણા પગ અને થાપા સહિત કમર ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સ માં મહિલાને હાલોલ સરકારી દવાખાને લાવવામાં આવી હતી. મહિલાના પરિવારજનો ને અકસ્માત ની જાણ થતાં હાલોલ દોડી આવ્યા હતા. મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હોવાથી અત્રે તેને રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવી છે.










