TANKARA: ટંકારાની નેસડા( સુ) પ્રા.શાળા પ્રજાસત્તાકદિન પૂર્વસંધ્યાએ “ઉચી ઉડાન” વાર્ષિક ઉત્સવ યોજાશે

ટંકારા તાલુકાના નેસડા( સુ) પ્રા.શાળા પ્રજાસત્તાકદિન પૂર્વસંધ્યાએ “ઉચી ઉડાન” વાર્ષિક ઉત્સવ યોજાશે
આજ સાંજે તા.૨૫/૧/૨૦૨૪ ને સાંજે ૮:૦૦ કલાકે યોજવામાં આવશે. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળા ના આચાર્ય, શિક્ષકગણ, s.m.c.નાં સભ્યો તથા તમામ ગ્રામજનો માં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નેસડા (સુ.) ગામનાં સરપંચ, માજી સરપંચ, પંચાયતના તમામ સભ્યો, અન્ય આગેવાનો તથા તમામ ગ્રામજનો દ્વારા સંપૂર્ણ સહયોગ આપી કાર્યક્રમમાં કોઈ કચાસ ન રહી જાય તેની તમામ કાળજી લેવામાં આવી તમામ ગ્રામજનો દ્વારા આર્થિક અને શારીરિક સહયોગ પ્રાપ્ત થયો છે.
આ કાર્યક્રમમાં નેસડા (સુ) પ્રા. શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે દેશભક્તિ ગીત, બાળગીત, બાળ અભિનય ગીત, તથા સામાજિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. જેને નિહાળવા તથા બાળકોને પ્રોત્સાહન આપવા શાળા પરિવાર દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.








