GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં પાણી છાંટવા બાબતે બે પાડોશી વચ્ચે માથાકૂટ: સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારામાં પાણી છાંટવા બાબતે બે પાડોશી વચ્ચે માથાકૂટ સામસામી ફરિયાદ નોંધાઈ

ટંકારામાં ઉગામના નાકા પાસે રહેતા લલીતાબેન મોહનભાઈ માવજીભાઈ ચાવડાએ પાડોશમાં રહેતા મંજુબેન દીગુભાઈ સોલંકી તથા દીગુભાઈ કરશનભાઇ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે પાડોશમાં રહેતા આરોપી મંજુબેને પોતાના ઘરમાંથી ફરિયાદીની દીવાલ પાસે પાણીની નળી ચાલુ કરેલ હોય અને દિવાલમાં પાણી જતુ હોય જેથી ફરીયાદી લલિતાબેને આરોપી મંજુબેનને પાણીની નળી બંધ કરવાનું કહેતા તેઓ ગુસ્સામાં આવી જઈ ફરિયાદી લલિતાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી, વાળ પકડી, જમીન પર પછાડી મુંઢ ઈજા કરી તથા આરોપી દીગુભાઈ કરશનભાઇએ પણ લલિતાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામા એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા બાબતે ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામાપક્ષે ટંકારાના ઉગમણા નાકે પાડોશમાં રહેતા મંજુબેન દીગુભાઈ સોલંકીએ આરોપી લલીતાબેન મોહનભાઇ ચાવડા તથા મોહનભાઇ માવજીભાઈ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી કે ફરિયાદી મંજુબેન પોતાના ઘરની બાજુમા આવેલ પોતાના પ્લોટમા શાકભાજી અને નાના રોપા વાવેલ હોય તેમા નળીથી પાણી છાંટતા હતા તે વખતે આરોપી લલીતાબેન ત્યાં આવીને કહેવા લાગેલ કે, કેમ અમારી દિવાલમા પાણી છાંટેશ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ ફરી.ને જેમફાવે તેમ ગાળો આપવા લાગતા ફરી.એ ગાળો આપવાની ના પાડતા આરોપી લલિતાબેને ફરી.મંજુબેનને વાળ પકડી, જમીનમા પછાડી મુંઢ ઈજા કરી તથા આરોપી મોહનભાઇએ પણ ફરી.ને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button