RAMESH SAVANI
ખેડૂતોને જમીન ન મળે પણ કોર્પોરેટ ઉદ્યોગગૃહોને ખરાબાની/ ગૌચરની/ જંગલની જમીન મળી જાય !
જો તમારી પાસે ધનબળ હોય તો તમે જંગલની જમીન ખરીદી શકો ! સરકારી ખરાબા ખરીદી શકો !

જો તમારી પાસે ધનબળ હોય તો તમે જંગલની જમીન ખરીદી શકો ! સરકારી ખરાબા ખરીદી શકો ! ગૌચરની જમીન હડપ કરી શકો ! IAS અધિકારીને/ સરકારને ખરીદી શકો !
જો તમારી પાસે ધન ન હોય તો તમારા ઝૂંપડાં/ મકાન પર બુલડોઝર ફરી શકે ! પોલીસ તમને હેરાન કરવામાં પાછી પાની ન કરે ! સરકાર આંધળી/ બહેરી/ મૂંગી બની જાય ! તમે માત્ર સરકારનો ઢોંગ જોઈ શકો !
27 ફેબ્રુઆરી 2024ના રોજ વન-પર્યાવરણ મંત્રી મૂળૂ બેરાએ જણાવ્યું હતું કે ‘બે વર્ષમાં રિલાયન્સ, અદાણી સહિત 13 ઉદ્યોગોને જંગલની જમીન ફાળવવામાં આવી છે. તે પેટે ઉદ્યોગગૃહો પાસેથી વર્ષ 2022માં 84.07 લાખ અને વર્ષ 2023માં 17.67 કરોડ મળીને કુલ રુપિયા 18.51 કરોડ વસૂલવામાં આવ્યા છે !’
રિલાયન્સ કંપનીએ, 600 એકરમાં 1.5 લાખથી વધારે 200 થી વધારે પ્રકારના આંબાના વૃક્ષો રોપી કેરીનો બગીચો બનાવ્યો છે. જે વિશ્વનો સૌથી મોટો કેરીનો બગીચો છે. મુકેશ અંબાણી સુપર ખેડૂત બની ગયા છે ! જો કે પ્રદૂષણ રોકવા માટે ઊભા કરેલ આ વૃક્ષો આવક આપે છે ! કેરીના સૌથા મોટા નિકાસકારોમાં તેમનો સમાવેશ થાય છે. રિલાયન્સ કંપનીએ ગ્રીનબેલ્ટમાં 3000 એકરમાં જંગલ ‘વનતારા-સ્ટાર ઓફ ફોરેસ્ટ’ ઊભું કર્યું છે, જેમાં જંગલી પ્રાણીઓના બચાવ/ સારવાર/ સંભાળ/ પુનર્વસનનું કામ થશે. આ બધી પ્રવૃતિઓ પાછળ કંપનીનો આશય પશુપ્રેમ હશે, પરંતુ સરકારને ઓછો ટેક્સ ચૂકવવાની ગણતરી પણ હોય છે !
27 ફેબ્રુઆરી 2024ના રોજ સમાચાર છે કે સરકારે રિલાયન્સ કંપનીને 7,413 એકર સરકારી ખરાબાની જમીન 40 વરસના ભાડાપટ્ટે પાણીના ભાવે આપી છે ! આ જમીનમાં રિલાયન્સ વિન્ડ-સોલાર પાર્ક ઊભો કરશે. જેમાં જામજોધપુર તાલુકાના 10 ગામના ખરાબાઓ અને લાલપુર તાલુકાના 3 ગામના ખરાબાઓનો સમાવેશ થાય છે. આ 13 ગામોના ખેડૂતોએ સરકારી ખરાબાઓ ખાલી કરવા પડશે ! ધનાઢ્ય કંપની સામે ખેડૂત લાચાર બની જાય છે !
ખેતીપ્રધાન દેશમાં ખેડૂતોને સરકારી ખરાબાની જમીન ન મળે પણ કોર્પોરેટ ઉદ્યોગગૃહોને ખરાબાની/ ગૌચરની/ જંગલની જમીન મળી જાય ! સરકાર ખેડૂતોને રામનામ જપવાનું કહે છે/ મંદિર દેખાડે છે અને ધનપતિઓને ભૂમિનું ચીરહરણ કરવાનો પરવાનો આપે છે !rs

[wptube id="1252022"]





