HALOLPANCHMAHAL

યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ભક્તોએ માતાજીના દર્શન કર્યા

તા.૪.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

પંચમહાલ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે વેકેશનના છેલ્લો રવિવાર તેમજ પૂનમ હોય એક લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.જોકે પાવાગઢ ડુંગર પર સવારના સમયે અચાનક ભારે પવન ફુંકાતા અને તેજ વરસાદ શરૂ થતા એક તબક્કે યાત્રાળુઓ ના જીવ પડીકે બંધાયા હતા.અને એક સમયે રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી.જોકે વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ભક્તો માતાજીના દર્શનનો લાહવો લઇ ધન્યતા અનુભવતા હતા.જ્યારે આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન સાથે ડુંગર પર મધ્યરાત્રીથી પહોંચી ચૂક્યા હતા. જ્યારે મળસ્કે ૫.૦૦ કલાકે નિજ મંદિરના દ્વાર દર્શનાર્થે ખુલ્લા મૂકાતા મંદિર પરિસર ખાતે હાજર ભક્તોએ જય માતાજીના ભારે જયઘોષ થી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતુ.ભક્તો શિસ્ત બદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા હતા.ભક્તોના ભારે પ્રવાહને લઈને વહેલી સવારે તળેટી ખાતેના તમામ પાર્કિંગ પ્લોટો ફુલ થતા યાત્રાળુઓના વાહનો ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમ પોલીસ દ્વારા રોડની બંને બાજુ પાર્ક કરાવવામાં આવ્યા હતા. જ્યારે ભક્તોના ભારે પ્રવાહને ધ્યાનમાં લઇ ધાબાડુંગરી ખાતેથી વડા તળાવ થઈ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.જ્યારે ડુંગર પર પાર્કિંગ પ્લોટ ફૂલ થતાં સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ કલાક દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે અર્થે ડુંગર પર જતા ખાનગી વાહનો અટકાવવામાં આવ્યા હતા. જોકે ત્યારબાદ ટ્રાફિક હળવો થતા પુનઃ ડુંગર પર વાહનો જવા દેવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button