
મોરબી:નાની વાવડી દશામાં ના દર્શનાર્થે આવતા પદયાત્રી માટે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન

નાની વાવડી ખાતે દશામાં ના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવા માં આવેલ જેમાં મોટી સંખ્યામાં ઠેરઠેર શહેરો અને ગામડાએથી ભાવીકો ઉમટી પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ ના સેવાભાવી લોકો દ્વારા રસ્તામાં કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. માં દશામાંની આરાધના અને વિશ્વાસની જયોત સેવા કરીને પ્રગટાવી રાખતા હોય છે આવી જ આરાધના અને આસ્થાની સેવારૂપી જયોત મોરબીના નાની વાવડી બોરીચા સમાજના યુવાનો પ્રગટાવી રહ્યા છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.આ તકે યદુનંદન ગ્રુપ ના મેમ્બર દ્વારકેશભાઈ કુંભરવાડીયા સાથે વાત કરતા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે હજારોની સંખ્યાામાં ભાવીકો આ કેમ્પનો દર વર્ષે લાભ લઈ રહ્યા હોઈ છે.જેમની સેવામાં સતત યદુનંદન ગ્રૂપના યુવાનો કાર્યરત રેહતા હોય છે.અને હંમેશા “સેવા એજ પરમો ધર્મ”સૂત્ર ને સાર્થક કરવું એજ અમારો ધ્યેય રહેલ છે.









