MORBI:મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના બહેનોએ દિવ્યાંગ બાળકની મનોવ્યથા દર્શાવતી ફિલ્મ ‘પ્રેમ સગાઇ’ નિહાળી

મોરબી અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના બહેનોએ દિવ્યાંગ બાળકની મનોવ્યથા દર્શાવતી ફિલ્મ ‘પ્રેમ સગાઇ’ નિહાળી
મોરબી: દિવ્યાંગ બાળકની મનોવ્યથા દર્શાવતી ફિલ્મ ‘પ્રેમ સગાઇ’ તા.27 ઓક્ટોબરના રોજ ગુજરાતભરના સિનેમાધરોમાં રિલીઝ કરવામાં આવી છે. દિવ્યાંગ બાળક પ્રત્યે લોકો સહાનુભૂતિ ધરાવે તેવા શુભ આશરથી ‘પ્રેમ સગાઇ’ નામની ફિલ્મ નારાયણ સેવા સંસ્થાન-ઉદયપુર અને જય ફિલ્મ પ્રોડકશન-રંગપર દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મમાંથી જે કંઇ પણ આવક થશે તે મોરબી ખાતે બનનાર હોસ્પિટલ માટે આપવામાં આવશે.

ત્યારે મોરબીના અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપની બહેનોએ આજે સ્કાય મોલ ખાતે ‘પ્રેમ સગાઈ’ ફિલ્મ નિહાળી હતી. આ તકે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલે મોરબીના તમામ લોકોને અપિલ કરતા જણાવ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થા ઉદયપુર દિવ્યાંગો માટે સેવા કરતી સંસ્થા છે અને તેમણે ‘પ્રેમ સગાઈ’ ફિલ્મ બનાવી તેમાંથી નફાની તમામ આવક મોરબીમાં બનનાર હોસ્પિટલ માટે વાપરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એક દિવ્યાંગ બાળક સહાનુભૂતિ ધરાવે એવા શુભ આશયથી ફિલ્મ બનાવી ખૂબ મહેનત કરી છે. તેમણે કોઈપણ પાસે હાથ લંબાવી પૈસાની માંગણી ન કરી ફિલ્મમાં થતી આવક હોસ્પિટલ બનાવવા પાછળ વપરાશે જેથી તમામ લોકો આ ફિલ્મ નિહાળે.








