
ટંકારા તાલુકાના નેકનામ ગામે કોઠારીયા રોડ ઉપર ખુરશીના કારખાનામાં જુગાર રમતાં સાત ઇસમો ઝડપાયા

ટંકારા તાલુકાના નેકનામ ગામે કોઠારીયા રોડ ઉપર આવેલ એ.વી.એન. ખુરશીના કારખાનામાં તીનપત્તી વડે જુગાર રમતા સાત ઈસમો નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી ઉ.વ. ૪૦ રહે. નેકાનમ તા.ટંકારા જી. મોરબી હાલ રહે. રાજકોટ નંદવાટીકા ૧૫૦ ફુટ રીંગ રોડ, નવીનભાઇ જસમતભાઇ હાલપરા ઉ.વ.૪૭ રહે.નેકનામ તા. ટંકારા જી.મોરબી, ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી ઉ.વ.૩૨ રહે. નેકનામ તા.ટંકારા જી.મોરબી, કલ્પેશભાઇ ઉર્ફે ગડરૂ માવજીભાઇ સવસાણી ઉ.વ. ૩૩ રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે. મોરબી દલવાડી સર્કલ, હસમુખભાઇ ઠાકરશીભાઇ ફેફર ઉ.વ.૪૫ રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે. મોરબી રવાપર ક્રિષ્ના સ્કુલ સામે, મનીષભાઇ લાલજીભાઇ કાલરીયા ઉ.વ.૨૫ રહે. મુળ ઉંચીમાંડલ તા.જી.મોરબી હાલ રહે. મોરબી લોટસ ક્રિષ્ના સ્કુલ સામે, સુપ્રિતભાઇ ત્રિભોવનભાઇ પટેલ ઉ.વ. ૩૩ રહે. હીરાપર તા. ટંકારા જી.મોરબી હાલ રહે.મોરબી ઉમીયા સર્કલ, મોરબી વાળાને રોકડ રકમ રૂ.૪,૨૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ ગોરધનભાઈ મોહનભાઈ સોજીત્રા રહે. મોટોડા તા. પડધરી, જી. રાજકોટવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ ટંકારા તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








