BODELICHHOTA UDAIPUR

Bodeli : બોડેલી ખાતેના કાર્યક્રમ માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: તૈયારીઓને અપાયો આખરી ઓપ

વિવિધ સમિતિઓની કામગીરીની કલેકટરશ્રીએ કરી સમીક્ષા

********

મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેથી બુધવારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી રૂપિયા ૫૨૦૬ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે.આ અવસરે  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેનાર છે.

************

છોટાઉદેપુર,તા.૨૫

બોડેલી-ડભોઈ રોડ પર તાલુકા સેવા સદનની બાજુના ગ્રાઉન્ડમાં પર યોજાનાર આ કાર્યક્રમની જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી આવી રહી છે.  જિલ્લા કલેક્ટર સુશ્રી સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ સંદર્ભે વિવિધ ૨૫ જેટલી સમિતિઓની રચના કરી અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. જે અન્વયે તાલુકા સેવાસદન બોડેલી ખાતે આજે સમિતિઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ  બેઠકમાં વિવિધ સમિતિઓની કામગીરીની તલસ્પર્શી  સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે પાર્કિંગ,રૂટ, પીવાનું પાણી, ફૂડ પેકેટ, કાર્યક્રમ સ્થળે વીજ પુરવઠો, આરટીઓ દ્વારા વાહન વ્યવસ્થા તેમજ રિઝર્વ વાહનો કેટેગરી વાઈઝ તૈયાર રાખવા, આરોગ્ય સેવાઓ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ટોઈલેટ બ્લોક, પીવાના  પાણી સહિત વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સભાસ્થળ નજીક સ્ટોલ-પ્રદર્શન  અંગે તેનું યોગ્ય નિદર્શન થાય તે જોવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા પોલીસ વિભાગ અને ફરજપરના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમન, આવન-જાવન સહિત રસ્તા પર વરસાદમાં ઝાડ પડી જાય તેવા સંજોગોમાં રસ્તો ખુલ્લો કરીને ટ્રાફિક નિયમન, વાહન ખોટકાય તો ક્રેન દ્વારા ખસેડવાની વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવા અને પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જિલ્લા કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ માટે  જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ  સજ્જ બની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડાશ્રી ઈમ્તિહાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગંગાસિંહ, પ્રાયોજના વહીવટદારશ્રી સચિનકુમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી કે.ડી.ભગત, નાયબ કલેક્ટરશ્રી અમિત ગામિત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એ.આઈ.હળપતિ, પ્રાંત અધિકારી સર્વશ્રી મૈત્રીદેવી સિસોદિયા અને વિમલ ચક્રવર્તી, છોટાઉદેપુર નગર પાલિકાના મુખ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કિષ્નાબેન પાંચાણી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઈમરાન સોની, ભૂસ્તર શાસ્ત્રીશ્રી નરેન્દ્ર પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સી.બી.ચોબીસા સહિત વિવિધ સમિતિઓના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button