MORBIMORBI CITY / TALUKO

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખના પુત્ર ક્રિષ્નનો જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખના પુત્ર ક્રિષ્નનો જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી ડી કાંજીયાના પુત્ર ક્રિષ્નનો જન્મ દિવસ હોવાથી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં જે દંપતી માતા-પિતા બનવા જઈ રહ્યા છે તેમને ‘ગર્ભ સંહિતા’ ભાગ 1 અને 2 પુસ્તકો ભેટ સ્વરૂપે આપી અને જે માતા-પિતા બની ચૂક્યા છે તેમને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે માટે “બાળ ઉછેર બે હાથમાં” પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી

અગાઉ આ પુસ્તકો 1000 નંગની આસપાસ પી. ડી. કાંજિયા દ્વારા જરૂરિયાત ધરાવતા લોકોને આપવામાં આવેલ હતી આજે ક્રિષ્નના જન્મદિવસ નિમિત્તે 200 થી વધુ પુસ્તકોનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવેલ. આ સિવાય શિયાળાની કાતિલ ઠંડીથી બચવા બ્લેન્કેટ જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવેલ તેમજ ગાય માતાને ઘાસચારો આપેલ આટલું કાર્ય કરવા ઉપરાંત સરકારી શાળાઓમાં જઈને 2500 જેવા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરવો હતો

[wptube id="1252022"]
Back to top button