MORBIMORBI CITY / TALUKOTANKARA

લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીના રોડનું કામ લોટ પાણીને લાકડા!!?

હજુ ચોમાસાની દસ્તક દીધી છે ત્યાં ઉખડવા લાગ્યો. ભારે વરસાદમાં શું હાલત થશે..?

રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી


ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી ઘણા સમયથી બંધ હોવાના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ હાલમાં જે કામ થયું છે તેમા પણ લોટ પાણીને લાકડા જોવા મળ્યા. હજુ આ રોડ પુર્ણ થયો નથી ત્યાં ગાબડાં પડી રહ્યા છે એક સામાજિક કાર્યકર રમેશભાઈ ખાખરીયા અને એડવોકેટ તેમજ આરટીઆઇ એકટીવિસ્ટ અનિલ બાબુલાલ ડાકા તેમજ પ્રવિણભાઈ મેરજાના અથાગ પ્રયત્નોથી કામ ચાલુ થયું હતું. લોકો એક જ પ્રશ્ન કરતા જોવા મળી રહ્યાં છે કે શું ૧૦ કરોડ મંજુર થયા છે છતા આવું જ કામ કરશે..?

આ રોડ ચાલું કરાવવામાં ખુદ ટંકારા- પડધરીના વિસ્તારનાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ પ્રભુલાલ કામરીયા ઉપસ્થિત રહ્યા હતા તસવીર દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button